કળયુગી પુત્રએ માતાને લાતો મારીને ઘર સળગાવી દેવાની ધમકી આપી

PC: yoututbe.com

મા હંમેશાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરે છે. પોતાની ચિંતા કાર્ય વગર પેટે પાટા બાંધીને પણ માતા બાળકને ભણાવે છે. જ્યારે બાળકને કોઈપણ બીમારી થાય તો માતા મુશ્કેલીનો સામનો કરીને બાળકની સારવાર કારણે છે અને આવી રીતે લાડકોડથી બાળકનો ઉછેર કરીને તેને પગભર કરે છે. પરંતુ એ જ માતા જ્યારે વૃદ્ધ થાય અને માતાને સાચવવાનો પુત્રનો વારો આવે, ત્યારે પુત્ર માતાને માર મારે છે, ઘરની બહાર કાઢી મુકે છે. ત્યારે આવા જ એક કલયુગી પુત્રનો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જે માતાએ બાળકને ઉછેરીને મોટો કર્યો અને એ જ પુત્રએ પગભર થઇને માતાને લાતો મારીને ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં વેલી જય રઘુવીર સોસાયટીમાં 79 વર્ષના બબીબેહેન રાઠોડ તેમના પતિ અને બે પુત્રીની સાથે રહે છે. બબીબહેનને ચાર પુત્ર છે. જેમાં નિકુલ અને જગજીવન તેમીની સાથે રહે છે અને ત્રીજો પુત્ર નિકુલ તેની પત્ની અને બાળકોની સાથે જુદો રહે છે અને સૌથી મોટો પુત્ર સ્ટાર્ચ પાસે રહે છે. જે પૈકી નિકુલ રાઠોડ માતા-પિતા પર અવાર-નવાર ત્રાસ ગુજારતો હતો. માતા-પિતાને માર પણ મારતો હતો.

ગત રવિવારે પણ નિકુલ જ્યારે માતા-પિતાના ઘરે આવ્યો ત્યારે માતા-પિતા એકદમ ગભરાઈ ગયા હતા અને ત્યારે ગભરાયેલા પિતાએ નિકુલ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે રૂમની બહાર જઈને પોલીસને ફોન કર્યો હતો. જ્યારે પોલીસ આવી ત્યારે પિતા એક પુત્રની સાથે નિકુલ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે સમયે પિતા અને એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ગયા હતા, તે સમયે નિકુલે તેની માતા બબી બહેનને લાતો વડે માર માર્યો હતો અને ત્યારબાદ ઘરને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે અત્યાચારી પુત્ર નિકુલની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp