ધો.12ની વિદ્યાર્થિની પેઈન્ટિગ વેચી કેન્સરના દર્દીને આપે છે 1 લાખનું દાન

PC: bhaskar.com

ઘણી વખત એવું બને છે કે, વ્યક્તિનો શોખ એને બીજા બધા કરતા અલગ બનાવે છે. ખાસ કરીને જ્યારે સમાજસેવાની વાત આવે છે ત્યારે વ્યક્તિને સમાજ એક માનભરી દ્રષ્ટિથી જુવે છે. આ વાત અમદાવાદની વિદ્યાર્થિની રિયા મહેતા પર બંધ બેસે છે. જે પોતાની જાતે પેઈન્ટિગ તૈયાર કરી એનું વેચાણ કરે છે. એમાંથી ઊભી થતી રકમ કેન્સરના દર્દીઓને મદદ હેતું આપે છે. રિયાને બાળપણથી જ પેઈન્ટિગનો શોખ હતો.

રિયા અત્યાર સુધીમાં 35 જેટલા જુદા જુદા પ્રકારના પેઈન્ટિગ કરેલા છે. જેનું ઘરમાં એક્ઝિબિશન કરીને વેચાણ કર્યું હતું. એમાંથી ઊભી થતી આવક તેમણે કેન્સરના દર્દીઓ માટે વાપરી છે. આ એક પ્રકારનું ડોનેશન છે. રિયાએ એક વર્ષમાં કેન્સરના દર્દીઓને રૂ.1 લાખની મદદ કરી છે. સેવાકાર્ય કરવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી આ વાત રિયાએ પુરવાર કરી છે. ધો.12માં અભ્યાસ કરતી રિયા ચાર વર્ષની હતી ત્યારથી પેઈન્ટિગ કરી રહી છે. કોરોનાને કારણે લોકડાઉન હતું ત્યારે તેણે પોતાના ઘેર જ એક્ઝિબિશન કરી નાંખ્યું હતું. જેને સારો આવકાર મળતા સારી આવક ઊભી થઈ હતી. તેણે તૈયાર કરેલા કુલ 35 પેઈન્ટિંગ રાતોરાત વેચાઈ ગયા હતા. જેના કારણે એને મોટી રકમની આવક થઈ હતી. એક વર્ષમાં રૂ.1 લાખ જેટલી મોટી રકમ ઊભી થતા તે કેન્સરના દર્દીને સારવાર હેતું આપી દીધી છે. આ રકમ તે કેન્સર પીડિત લોકો માટે કામ કરતી સંસ્થાને પરત કરી છે. રિયાની આ વાત જાણીને એના સગા સંબંધીઓએ પણ એનો સંપર્ક કર્યો હતો. પછી એના ચિત્રોની ખરીદી કરવા માટે તૈયારી દર્શાવી હતી.

ત્યાર બાદ તેને 15 જેટલા નવા ચિત્ર બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો. રિયા પોતાના અભ્યાસની સાથે પોતાનો શોખ પણ પૂર્ણ કરી રહી છે. ખાસ વાત એ છે કે લોકો શોખમાંથી કમાણી ઊભી કરતા હોય છે જ્યારે આ રિયા શોખમાંથી સંપત્તિ સર્જન કરવાના બદલે કેન્સર પીડિતોની આર્થિક રીતે મદદ કરી રહી છે. રિયા કહે છે કે, કેન્સરને કારણે દાદા દાદી ગુમાવ્યા છે. તેથી અન્ય કોઈ દર્દીને કેન્સરથી પીડા સહન કરવાનો વારો ન આવે એ માટે કંઈક કરવાની ભાવનાથી આ ઉમદા કાર્ય શરૂ કર્યું હતું. જેમાં માતા પિતાએ પ્રેરણા આપી. પછી ચિત્રો દોરી ફંડ ભેગું કર્યું અને કેન્સરના દર્દીઓ માટે આપ્યું. રિયાના પિતા શાલિન મહેતા કહે છે કે, માત્ર ચિત્ર દોરવાનો જ નહીં એને લખવાનો પણ મોટો શોખ હતો. ટૂંકી કવિતા પણ લખે છે. હોમવર્કની ટેવને કારણે એને લખવાનો શોખ જાગ્યો હતો. જે હજુ સુધી યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp