26th January selfie contest

મોબાઈલ મામલે પિતાએ ઠપકો આપતા પુત્રી ચોથા માળે પહોંચી ગઈ, એવો હોબાળો થયો કે...

PC: sandesh.com

કોરોના કાળમાં સ્કૂલ બંધ થતા મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને ધો.1થી 5ની સ્કૂલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. એટલે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. ઓનલાઈન ક્લાસ કરવાની સાથે બાળકો મોબાઈલમાં બીજી પ્રવૃતિઓમાં ફંટાઈ ગયા છે. બાળકોમાં સ્માર્ટફોનનો વધતો જતો ક્રેઝ ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે. સ્થિતિ એવી આવીને ઊભી છે કે, ઈન્ટરનેટ બંધ થાય તો જાણ કોઈનું નાક બંધ કરી દીધું હોય એવા હાલ છે.

સ્માર્ટફોન વગર શ્વાસલેવો મુશ્કેલ થયો છે. મોબાઈલને માઠું પરિણામ જોવાનો વારો આવ્યો હોય એવા અનેક કિસ્સાઓ સમાજમાંથી સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો હતો. મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા મામલે પરિવારજનોએ ઠપકો આપતા બાળકને લાગી આવ્યું હોય એ કેસમાં ફાયરની મદદ લેવી પડી હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક સગીરા મોબાઈલમાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. તેથી પિતાએ એને મોબાઈલથી દૂર રહેવા માટે કહ્યું હતું. પિતા એની પર ખિજાયા હતા. પિતાએ ઠપકો આપતા પુત્રીને લાગી આવ્યું હતું. તે મોતની છલાંગ લગાવવા માટે પોતાના જ ફ્લેટના ચોથા માળ સુધી દોડી ગઈ હતી. આત્મહત્યા કરવા માટે પહોંચેલી યુવતીને જોઈને નીચે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેમાંથી એક જાગૃત નાગરિકે ફાયરની ટીમને જાણ કરી દીધી હતી. વડોદરા ફાયરની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના સ્ટાફે સગીરાને યોગ્ય રીતે સમજાવી પછી તેને ત્યાંથી નીંચે ઊતારી હતી. જેથી લોકો અને પરિવારજનોમાં હાશકારો થયો હતો. આ પહેલા સુરતના લિંબાયત વિસ્તારમાં એક બાળક મોબાઈલમાં કાર્ટુન જોતા જોતા ઈમારતના ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોબાઈલમાં કાર્ટુન જોતી વખતે બારીમાંથી નીચે પડતા બાળકના પ્રાણ ઊડી ગયા હતા. ઓનલાઈન એજ્યુકેશન આવતા વાલીઓની ચિંતામાં એકાએક વધારો થઈ રહ્યો છે. કિશોરવયના છોકરા-છોકરીઓ આત્મહત્યા સુધીના પગલાં ભરી બેસે છે તો ક્યારેક પોર્નોગ્રાફી જેવી ખોટી લતે ચડી જાય છે. બીજી તરફ ઓનલાઈન ગેમ્સે ઉપાડો લીધો છે. એમાં પણ બાળકોએ વધુ રમવાની લ્હાયમાં પૈસા ગુમાવ્યા હોવાના અનેક કિસ્સાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp