ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો તાજ આ સમાજ પર ઢોળાઇ શકે છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ લગભગ સાડા 3 વર્ષથી છે, ઘણા સમયથી વાત ચાલે છે કે ગુજરાતના સંગઠન માળખામાં મોટા ફેરફારો થવાના છે, નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થઇ શકે છે. પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે કોઇનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી ચર્ચા હતી કે ક્ષત્રિય સમાજ, OBC અથવા સૌરાષ્ટ્રમાંથી કોઇનું નામ જાહેર થઇ શકે છે.
પરંતુ તાજેતરમાં રાજ્યસભામાં અમિત શાહના ડો. બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદન પછી જે રીતે કોંગ્રેસે હોબાળો મચાવ્યો અને નેશનલ લેવલે ઇશ્યુને ચગાવ્યો એ જોતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ કોઇ OBC નેતા શિરે જઇ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કમૂરતા પછી કોઇ નામ જાહેર થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp