અમદાવાદમાં છોકરીની છેડતી પર શરૂ થયું તોફાન, 15 વાહનો સળગ્યા

PC: intoday.in

છોકરી સાથે છેડછાડની ઘટનામાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે બે સમૂદાય વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. આ દરમિયાન તોફાનની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં 15 થી વધારે વાહનોમાં આગ લગાવવામાં આવી હતી ને આ તોફાનમાં 3 લોકોને ઈજા પણ થઈ હતી.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભુદપુરામાં મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બંને પક્ષ વચ્ચે ખૂબ મારામારી સર્જાઈ હતી. જેમાં આસપાસના 15 થી વધારે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. જ્યાં સુધીમાં પોલીસ ત્યાં પહોંચે તોફાન ખૂબ વધી ગયું હતું. આ બંને પક્ષને કાબૂમાં કરવા માટે પોલીસે 10 ટીયર ગેસ છોડ્યા હતા, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં એક હોસ્ટેલમાં એક સમૂદાયના છોકરાઓ રહે છે. જ્યાં બીજા સમૂદાયના લોકોએ એક છોકરીની છેડતી કરી હતી, જેના કારણે તોફાન સર્જાયું હતું. એક પક્ષના છોકરાઓએ બીજા પક્ષના છોકરાઓ પર હલ્લો બોલાવ્યો હતો અને બંને પક્ષ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. આ પછી છોકરાઓએ વાહનોમાં આગ લગાવી દીધી. આ દરમિયાન 15 વાહનો સળગી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp