અમદાવાદના આ વેપારીઓનો CMને પત્ર, અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું

PC: facebook.com/vijayrupanibjp

દેશમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મોટા ભાગના ધંધા અને ઉદ્યોગોને ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી પરંતુ લોકડાઉનમાં બે મહિનામાં ગુજરાતની અર્થવ્યવસ્થા ભાંગી પાડવાના કારણે અને રાજ્યના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો, ઓફીસ અને ઉદ્યોગોને ખોલવા માટેની છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં આવેલી ચોખાબજારના વેપારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ચોખાબજાર ખોલવા માટેની મંજૂરી માંગી છે. વેપારીઓ દ્વારા અહેવામાં આવ્યું છે કે, ચોખા બજારમાં રહેલી સામગ્રી બગડી ન જાય તે માટે બજાર ખોલવા માટે પરવાનગી આપવામાં આવે.

રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતી દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદમાં કાલુપુર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતો હોવાના કારણે ચોખાબજારના વેપારીઓ તેમની દુકાનો ખોલી શકતા નથી. છેલ્લા બે મહિનાથી દુકાનો બંધ હોવાના કારણે દુકાનોમાં રહેલી ખાદ્યસામગ્રી ખરાબ ન થાય તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ચોખાબજારને ખોલવાની મંજૂરી આપવામાં આવે તે માટે વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

ચોખાબજારના ધી કાલુપુર દાણાપીઠ જનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, ચોખાબજારમાં દરેક પ્રકારની ખાદ્ય સામગ્રીની દુકાનો આવેલી છે. અમારી દુકાનો અને ગોડાઉનો લાબા સમયથી બંધ હાલતમાં પડ્યા છે. ચોખાબજામાંથી સમગ્ર રાજ્યમાં દરેક ખાદ્ય સામગ્રીની સપ્લાય થાય છે. અમે કોવિડ-19ના તામમ નિયમો મુજબ સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું. કાયદા અને નીતિ નિયમોને અનુસાર આપ સાહેબ ચોખાબજારમાં આવેલી દરેક ખાદ્ય સામગ્રી ચીજવસ્તુઓ બગડી ન જાય તે માટે ચોખાબજાર ખોલવા માટે પરવાનગી આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાના સમયથી રીક્ષાઓ બંધ હોવાના કારણે રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોળી બની છે. તેથી શહેરના રીક્ષા ચાલકો પણ સરકાર દ્વારા રીક્ષા ચલાવવા માટે મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરના કેટલાક રેસ્ટોરન્ટના સંચાલકો પણ સરકાર સમક્ષ તેમને રેસ્ટોરન્ટ શરૂ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp