અમદાવાદની આ બે મહિલાઓ છે નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ

PC: zeenews.com

આજના મોર્ડન યુગમાં સ્ત્રી અને પુરુષ બંને એક સાથ કામ જોવા મળે છે. અત્યારે કોઈ સ્થળ એવું નહીં હોય કે, જ્યાં સ્ત્રીઓ કામ ન કરતી હોય. પરતું આ મોર્ડન યુગમાં ઘણા લોકોની માનસિકતા એવી હોય છે કે, સ્ત્રીઓ તો માત્ર ઘરના કામ અને રસોઈ જ બનાવી શકે છે. આવી માનસિકતા ધરાવતા લોકો માટે અમદાવાદની બે મહિલાઓ પ્રેરણા રૂપ છે. આ બે મહિલામાંથી એક મહિલાએ પોતાના પતિની બીમારીના કારણે પતિનો વ્યવસાય સંભાળ્યો અને આજે લોકોને વિકટ પરિસ્થિતિમાં મહેનત કરીને સારું જીવન જીવનની પ્રેરણા આપી રહી છે. બીજી મહિલાએ પોતાના પતિને મદદ કરવા અને બાળકોના સારા ભવિષ્ય માટે નોકરી કરવાનું શરૂ કર્યું. આ મહિલાઓના નામ છે અંજલીબેન પટેલ અને આશાબેન ગુજરાતી.

અંજલીબેન પટેલના સ્ટ્રગલ વિશે વાત કરવામાં આવે તો અંજલીબેન પટેલ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહે છે અને છાપા વેંચવાનું કામ કરે છે. અંજલીબેનના પતિ યોગેશભાઈનો 2006માં અકસ્માત થયો હતો અને અકસ્માતમાં પતિ 80 ટકા વિકલાંગ થઈ ગયા હતા. જે સમયે પતિનો અકસ્માત થયો હતો તે સમયે અંજલીબેન નોકરી કરતા હતા. પરતું પતિના અકસ્માત પછી પતિની સેવા કરવાના કારણે તેઓને નોકરી છોડવી પડી હતી. નોકરી છોડ્યા પછી ઘરની જવાબદારી નિભાવવા માટે અંજલીબેને પતિના વ્યવસાયને અપનાવવાનો નિર્ણય લીધો, પોતે MA અને B.ed સુધી અભ્યાસ કર્યો હોવા છતાં પણ તેઓ છાપા વેંચવાનો વ્યવસાય કરતા હતા.

શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય પણ તેઓ ઋતુનો વિચાર કર્યા વગર રાત્રે ત્રણ વાગ્યે છાપા લેવા માટે નીકળી જતા હતા અને છાપાઓ લઇને ઘરે ઘરે નાંખવા જતા હતા. અંજલીબેન 16 વર્ષથી પુરૂષ હોકર વચ્ચે રહીને છાપા નાંખવાનું કામ કરી રહ્યા છે. શરૂઆત માં તેઓને આ કામમાં ઘણા ખરાબ અનુભવો પણ થયા પરંતુ તેઓએ હાર નહીં માની પોતાનું કામ શરૂ રાખ્યું અને તેમને મહેનત કરીને બન્ને સંતાનોને ભણાવી ગણાવીને એન્જીનીયર બનાવ્યા. ઉલ્લેખનીય છે કે, અંજલીબેનની દીકરી એન્જીનીયર થયા પછી પણ તેની માતાને છાપા નાંખવા જવામાં મદદ કરે છે.

ત્યારે આવી જ એક અમદાવાદની બીજી મહિલા છે આશાબેન ગુજરાતી કે જેઓ પોતાના બાળકોને સારી જીંદગી આપવા અને પતિને મદદ કરવા માટે ઘરે ઘરે જઈને છાપા નાંખવાનું કામ કરી રહ્યા છે. આશાબેનના સ્ટ્રગલ વિશે વાત કરવામાં આવે તો આશાબેનના પતિ બિલ્ડરની સાઈટનું કામ કરે છે. આશાબેને પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે અને પતિને મદદ રૂપ થવા કામ કરવાનો વિચાર કર્યો અને ઘરે ઘરે છાપા નાંખવા જવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં આશાબેન વહેલી સવારે 4 વાગ્યે છાપા લેવા માટે પહોંચી જતા હતા અને પોતાની દીકરીને સાઈકલમાં આગળ બેસાડીને ઘરે ઘરે છાપા નાંખવા માટે જતા હતા. આ વ્યવસાયના થોડા સમય પછી એટલે કે, 2014 તેમને સામાન્ય હાર્ટ એટેક આવ્યો હતો છતાં પણ તેઓ હાર ન માની છાપા નાંખવા જવાનું કામ શરૂ રાખ્યું અને હવે આજે તેઓ પોતાના પતિ સાથે ખુશીથી આ વ્યવસાય કરે છે અને રોજની 300 કોપીનું વેચાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp