જાતે જ ફલીનીકરણ કરતાં ટામેટા ઉગાડતાં ખેડૂત

PC: khabarchhe.com

આણંદના પીપળાવ ગામના હર્ષદ પટેલ 9924261774 આધુનિક ખેતી કરે છે. ટામેટાના સેલ્ફ પોલીનેટેડ બિયારણો વાપરે છે. જેનું ફલીનીકરણ છોડ પોતે જ કરે છે. તેને પરાગરજ માટે માખી, ભમરાની જરૂર રહેતી નથી, જે બિયારણ જાતે જ ફલીનીકરણ કરે છે. મેઈલ ફિમેલની જરૂર ન પડે એવા તેમાં જીનેટેકલી ફેરફાર કૃત્રિમ રીતે કરેલાં હોય છે.

આ બિયારણ વિદેશી કંપનીઓ જ બનાવે છે અને તેનો એક કિલોનો ભાવ રૂ.2.50 લાખથી 3 લાખ સુધી છે. જે નેટ હાઉસ કે પોલી હાઉસમાં જ ઉગાડી શકાય છે. જેમાં ભમરો કે મધમાખી આવતાં નથી. જે ટામેટા પાકે છે તે વિદેશ પણ નિકાસ કરે છે ખાસ કરીને પાકિસ્તાન અને દુબઈ.

તેઓ પ્રતિ હેક્ટર 89 ટન ટામેટા પકવે છે. આવક રૂ.5.11 લાખ અને ખર્ચ રૂ.2.24 લાખ તથા ચોખ્ખો નફો રૂ. 2.87 લાખ થતો હોય છે. સારા ભાવ હોય તો તે 5 લાખ સુધી પણ નફો પહોંચે છે.
ટામાટા દિવસો સુધી ટાઈટ રહે છે. તે ઢીલા થઈ જતાં નથી અને ખાસ વેપારીઓ જ આવા સારી ગુણવત્તાના ટામેટા ખરીદે છે. મોલમાં તેની સારી માંગ રહે છે નિકાસ કરતાં વેપારીઓ આ ટામેટા ખરીદીને વિદેશ મોકલે છે.

છોડ પરથી ટામેટા ઉતારીને વિદેશ મોકલવામાં 15 દિવસ સમય પણ લાગી જતો હોય છે. ત્યારે આ ટામેટા લાંબો સમય એટલે કે 15 દિવસ સુધી ખરાબ થતાં નથી. દેશી ટામેટા ત્રણ દિવસમાં ઢીલા થઈ જાય છે પછી તેને ફેંકી દેવા પડે છે. તેઓ ટામેટાની ખેતી ઓફ સીઝનમાં કરવાનું પસંદ કરે છે કારણ કે તેમ કરવાથી ભાવ સારા રહે છે અને બજાર તૂટી જતું નથી. હવે મજૂરી વધી ગઈ હોવાથી તેમને ટામેટાની ખેતી પરવડતી નથી. ક્યારેક ભાવ તળીયે જાય છે ત્યારે ખોટ પણ સહન કરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp