વીડિયોમાં જુઓ છોટા ઉદેપુરના રજવાડી કુસુમ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

સમગ્ર દેશમાં સ્વચ્છતા મિશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ છોટા ઉદેપુર જિલ્લાની શાન ગણાતા કુસુમ સાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. એક તરફ તળાવમાં ઉગેલી બિનજરૂરી વનસ્પતિને હટાવવાની જે કામગીરી કરાઈ રહી છે અને તે જે રીતે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, તેના પર ઘણાં સવાલ ઊઠી રહ્યા છે કે આ તે કેવી સફાઈ કામગીરી?

રજવાડી કુસુમ તળાવની હાલત બદથી બદતર થઈ જવા પામી છે. તળાવમાં બિન જરૂરી વનસ્પતિ ઊગી નીકળી છે. ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે અને ગંદકીને લઈ દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. તો સાથે સાથે મચ્છરોના પુષ્કળ પ્રમાણમાં ઉપદ્રવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની વારંવાર ફરિયાદને લઈ કામગીરી તો શરૂ કરવામાં આવી, પણ જે રીતે તળાવની વનસ્પતિને હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જોતા ઘણો સમય નીકળી જશે. આધુનિક ટેક્નોલોજીના સમયમાં કોઈ મશીનરીનો તો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. જે લોકો કામ કરી રહ્યા છે તે ટાયરના ટ્યૂબના સહારે પાણીમાં ઉતરી વનસ્પતિને હટાવી રહ્યા છે

છોટા ઉદેપુર જિલ્લાની એક ઓળખ પણ કહી શકાય તેવું કુસુમ સાગર તળાવ રજવાડી શાસન સમયનું તળાવ છે. તે સમયે છોટા ઉદેપુર વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી ત્યારે રજવાડાઓ દ્વારા આ તળાવને બનાવવામાં આવ્યું હતું. જેને લઈ આ વિસ્તારના જળસ્તર ઉપર આવ્યા હતા અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ હતી. છોટા ઉદેપુરનું કુસુમ સાગર તળાવ એ રજવાડાના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તળાવની ફરતે પલેટફોર્મ પણ બનાવવામાં આવ્યું હતું. જ્યાં સાંજના સમયે લોકો કિનારા પર બેસીને ઠંડકનો એહસાસ કરતા. પરંતુ તળાવ હાલ બિસ્માર હાલતમાં છે.

નગરપાલિકાના કેટલાક સભ્યોનું કહેવું છે કે સરકારી સહાય તો મળે છે, પરંતુ સત્તાધીશો બેદરકાર છે અને પૂરતી સહાય મળે છે પણ કામગીરીમાં પૂરતું ધ્યાન ન આપવાથી તળાવની હાલત બદતર થતી જોવા મળી રહી છે. આ બાબતે નગરપાલિકાના કર્મચારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે સરકાર તો ગ્રાન્ટ આપે છે પણ સત્તાધીશોની બેદરકારીને લઈ લોકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp