વડોદરાની કોર્ટમાં વકીલોના વિરોધના પગલે પોલીસે બાર એસોસિએશનના પ્રમુખની કરી ધરપકડ

PC: youtube.com

વડોદરાની કોર્ટમાં વકીલોએ બેઠક વ્યસ્થાને લઇન વિરોધ કર્યો હતો. વકીલોએ વેક્સીન કોર્ટની લોબીમાં બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન હતું. વકીલોના વિરોધના કારણે પોલીસે કોર્ટમાં પહોંચીને વકીલોનો વિરોધ અટકાવવા માટે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોર્ટ એશિયાની સૌથી મોટી કોર્ટ છે. પરંતુ આ કોર્ટમાં વકીલોને બેસવાની સુવિધા પણ કરવામાં આવી નથી. કોર્ટનું ઉદ્ધઘાટન કર્યા પછીના બે દિવસ બાદ વકીલોએ બેઠક વ્યવસ્થાના મામલે ઉપવાસ કર્યા હતા અને તેઓ પોતાના કામથી અળગા રહ્યા હતા. ત્યારે રાજ્યભરના વકીલોએ પોતાનું સમર્થન વડોદરાના વકીલોને જાહેર કર્યું હતું.

વિરોધબાદ પણ વકીલોને બેસવાની સરખી વ્યવસ્થા ન મળવાના કારણે વકીલોએ કોર્ટમાં ફરીથી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક વકીલો લારી પર બેસીને કોર્ટમાં આવ્યા હતા તો કેટલાક વકીલો જમીન પર બેસ્યા હતા.

વકીલોએ ગાંધી ચિંધ્યા માર્ગે કરેલા ઘરે આંદોલન પછી બાર એસોશિયેશન દ્વારા કોર્ટમાં એક હોલની માંગણી કરવામાં આવી હતી કે, જે હોલમાં બેસીને વકીલો કામ કરી શકે. પરંતુ વકીલો માટે હોલની વ્યવસ્થા પણ ન કરવામાં આવતા વકીલોએ શુક્રવારના રોજ કોર્ટની લોબીમાં ટેબલ-ખુરશી ગોઠવીને કાયદાનો ભંગ કર્યો હતો. જેના કારણે કોર્ટે પોલીસ બોલાવીને ટેબલ ખુરશી દૂર કરાવ્યા હતા. આજે કોર્ટ ખુલતા ફરીથી વકીલો કોર્ટની લોબીમાં ટેબલ ખુરશી ન ગોઠવે તે માટે કોર્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ હોવા છતાં પણ વકીલોએ ટેબલ ખુરશી ગોઠવતા પોલીસે વકીલ એસોસિએશનના પ્રમુખની ધરપકડક કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp