વાયબ્રન્ટ ગુજરાતની પોલ ખુલી, મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતનો ક્રમ આંચકા સમાન

PC: gujarati.news18.com

વર્ષ 2019ના વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન 18-19 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે. વિદેશી રોકાણને ગુજરાત તરફ આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ આ સમિટનો છે. તેમજ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે વિદેશી રોકાણકારોને આકર્ષવામાં રાજ્ય સરકાર સફળ રહી હતી. તેમજ રાજ્ય સરકાર અને રોકાણકારો વચ્ચે મોટા MOU સાઈન કરવામાં આવ્યા છે જેના કારણે ગુજરાતમાં વધારે રોકાણ થશે તેવી આશા હતી. જો કે 2003થી 2011 સુધી વાયબ્રન્ટ ગુજરાત અન્વયે કુલ 40 હજાર અબજ રૂપિયાના MOU સાઈન કરવામાં આવ્યા હતા, જેમાં 8 ટકા રોકાણ થયું છે.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલો રિપોર્ટ ગુજરાત માટે ચોંકાવનારો છે. કેમ કે આરબીઆઈના રિપોર્ટમાં એફડીઆઈ એટલે કે વિદેશી રોકાણ લાવવામાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર આગળ છે. તેમજ વિદેશી રોકાણકારોને કોઈ પણ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવતા ન હોવા છતા મહારારાષ્ટ્ર પહેલા નંબરે છે. તેમજ રિપોર્ટ અનુસાર ગુજરાત પાંચમાં નંબરે છે. તેમજ દેશમાં કુલ વિદેશી રોકાણમાં ગુજરાતનું યોગદાન ફક્ત 5 ટકા છે. આમ દર બે વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોવા છતાં ગુજરાતમાં વિદેશી રોકાણકારો ઓછા છે.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વાયબ્રન્ટ ગુજરાતની પોલ ખુલી, મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતનો ક્રમ આંચકા સમાનકરવામાં આવેલી એફડીઆઈમાંથી 30 ટકા કરતા વધારે રોકાણ મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. છેલ્લા 18 વર્ષના સમયગાળામાં ગુજરાતમાં કુલ 1,07,316 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ કરવામાં આવ્યું છે. તેમજ સૌથી નવાઈની વાત એ છે કે વિદેશી રોકાણને આકર્ષવામાં તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, જેવા રાજ્યો કરતા ગુજરાત સૌથી વધારે આગળ છે તેમ છતાં ગુજરાત વિદેશી રોકાણ કરવામાં નિષ્ફળ રહી છે તેના કરતા મહારાષ્ટ્ર આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp