26th January selfie contest

'અબ કી બાર ફીર મોદી સરકાર', મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નવું સૂત્ર

PC: khabarchhe.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવશે. એટલું જ નહીં ફરીથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરીને `અબ કી બાર ફીર મોદી સરકાર`નું નવુ સુત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે.

દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પુરો વિશ્વાસ છે. ચૂંટણીમાં અને વિકાસના મુદ્દા ઉપર જ પ્રચાર કરીશું. લોકસભાની ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર પ્રચાર કરશે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં રહે તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીમાં તેઓ આવી શકે નહીં. એટલું જ નહીં જસદણની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને સ્પષ્ટ સંકેત આપી દીધા છે. તેમજ ગુજરાતના ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પ્રથમવાર ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં આવ્યો છું. ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થશે. ગુજરાતની સરકાર ખેડૂતો, ગરીબો, વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારો માટે કામ કરી રહી છે. તેમજ આગામી દિવસોમાં ખેડૂતોને પાક વીમાની રકમ પણ મળી જશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જસદણ પેટા ચૂંટણીના પરિણામથી કોંગ્રેસના કાર્યકરોમાં નવુ ઝોમ આવ્યું છે. તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ-કાર્યકરો સાથે મળીને બુથ લેવલ સુધી કામ કરીને તમામ બેઠકો જીતવા માટે પ્રચાર કરીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp