પાણીની ગુણવત્તા અંગે GEMIમાં યોજાયો અઠવાડિક ટ્રેનિંગ કેમ્પ

PC: khabarchhe.com

ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયૂટ (GEMI) તથા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, ફોરેસ્ટ અને ક્લાયમેટ ચેન્જનાં સંયૂક્તાર્થે ઇન-સર્વિસ IFS અધિકારીઓ માટે એક સપ્તાહના રેસિડેન્શિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ મંત્રાલય દ્વારા 'પાણીની ગુણવત્તાની પુનઃસ્થાપના માટેની પર્યાવરણીય પદ્ધતિઓ' ના અભ્યાસક્રમને મંજુરી આપવામાં આવી છે. આ અંગેનાં અભ્યાસક્રમનાં તાલીમ શિબિરનું આયોજન 6 થી10 નવેમ્બર 2017 ના રોજ હોટલ નારાયણી હાઇટ્સ, અમદાવાદ-ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

GEMIએ 34 IFS અધિકારીઓની યાદી તૈયાર કરી હતી. આ અધિકારીઓને પર્યાવરણ મંત્રાલય દ્વારા પસંદ કરી તાલીમ શિબિરમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં અલગ અલગ રાજ્યોમાંથી 11 અધિકારીઓએ ભાગ લીધો હતા.

આ તાલીમ શિબિરમાં પાણીની ગુણવત્તાના પુનઃસ્થાપનની પદ્ધતિઓને વિકસાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નદી, સરોવર અને ભૂગર્ભજળ જેવા વિવિધ જળ સ્ત્રોતોની પુનઃસ્થાપન પદ્ધતિઓનો સમાવેશ કરી અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભૌતિક-રાસાયણિક અને બાયો-મોનિટરીંગ સહિત વિવિધ વિશ્લેષણાત્મક ટેકનિકનાં પ્રાયોગિક અભ્યાસની આંકડાકીય અને થિયરીકલી સમજણ આપવામાં આવી હતી.

છઠ્ઠી નવેમ્બરે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હોટલ નારાયણી હાઈટ્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્ય વન્ય સંરક્ષક અને ફોરેસ્ટ ફોર્સનાં વડા કુલદીપ ગોયલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ શિબિરનાં વિવિધ સત્ર દરમિયાન અલગ અલગ નિષ્ણાતોએ હાજરી આપી હતી અને પોતાનાં વિચારો રજૂ કર્યા હતા. GEMIની લેબોરેટરીમાં થોલ બર્ડ અભ્યારણ્ય અને પ્રયોગશાળામાં બાયો મોનિટરીંગ ટેકનિક અંગે પ્રેકટીકલ અને થિયરીકલી અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તાલીમ શિબિરમાં અધિકારીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને સમગ્ર ટ્રેનિંગ કેમ્પને ભારે પ્રતિસાદ મળ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp