અમદાવાદથી પસાર થતી 3 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વીસ્તૃત કરાયા

PC: erail.in

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ, રાજકોટ-સમસ્તીપુર સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સેવાના એક એક ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નં.09453/09354 અમદાવાદ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

ટ્રેન નંબર 09453 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 13 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09454 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 16 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

  1. ટ્રેન નં.09501/09502 ઓખા- ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

ટ્રેન નંબર 09501 ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેનના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 18 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09502 ગુવાહાટી-ઓખા સ્પેશિયલ ટ્રેનના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 21 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

  1. ટ્રેન નં.09521/09522 રાજકોટ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

ટ્રેન નંબર 09521 રાજકોટ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 16 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09522 સમસ્તીપુર-રાજકોટ સ્પેશિયલને ટ્રેનના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 19 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

ટ્રેન નંબર 09453, 09501 અને 09521 બુકિંગ 11 જૂન 2021થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ શરૂ કરવામાં આવશે.

મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસો ની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp