વડોદરાના 5 ધારાસભ્યો શેનો વિરોધ કરી રહ્યા છે, ધરણા પર બેસવાની પણ ચિમકી

PC: khabarchhe.com

બરોડા ડેરી પર વડોદરાના ધારાસભ્યોએ ગંભીર આરોપો લગાવ્યા છે. ધારાસભ્યોએ વહીવટમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો છે. ટેન્ડર પ્રક્રીયામાં ભ્રષ્ટાચાર, ભરતીમાં સગાવાદ સહીતના આરોપો ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે. પશુપાલકોને સારા ભાવ મળે અને ડેરીના પ્રશ્નો દૂર થાય તેવી બરોડાના 5 ધારાસભ્યો માંગણી કરી રહ્યા છે.

કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાને આવ્યા છે.

વારણામાં ધારાસભ્યો સહીતના અધિકારીઓની બેઠક મળશે. 5 ધારાસભ્યો વડોદરા ડેરીના પ્રશ્નો મામલે ચર્ચા કરશે. આ સાથે તેમને ટેન્ડર અને ભરતીમાં આરોપ મુક્યા છે. ટેન્ડર રકમ કરતા વધુ હોવાનો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સગા સબંધીઓનો નોકરી આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

સોમવારે બપોરે 2 વાગ્યે ધરણા પર ઉતરવાની ચિમકી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપી છે. ડેરીનો ભ્રષ્ટાચાર દૂર કરવાની માંગ સાથે ધરણા પર ઉતરશે તેમ તેમણે ચિમકી ઉચ્ચાકરી છે. ડેરીનું મશીન ફેટ ઓછા બતાવતું હોવાનો પણ પશુપાલકોએ આરોપ લગાવ્યો છે. આમ બરોડા ડેરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ધારાસભ્યો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp