CM વિજય રૂપાણીએ રાજીનામા અંગે આપ્યું નિવેદન

PC: Khabarchhe.com

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાતને ફગાવી દેતા વિજય રૂપાણીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને જુઠ્ઠો કહ્યો હતો. CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલે જુઠ્ઠાણુ ફેલાવી રહ્યો છે. તેમણે રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાજીનામું કેબિનેટમાં ન આપવાનું હોય, રાજભવનમાં આપવાનું હોય. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. કેબિનેટ બેઠકમાં રાજીનામાની પ્રણાલી ન હોય. રાજીનામાની વાત સંપૂર્ણ ખોટી છે. મીડિયામાં ચમકવા માટે લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ગુજરાતનો વિકાસ અટકાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. પાંચ વર્ષ સુધી જનતાની સેવા કરવાની છે.

વિજય રૂપાણીના રાજીનામા અંગે નીતિન પટેલનું નિવેદન...

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે CM વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે, તેવું નિવેદન આપીને BJPના નેતાઓને દોડતા કરી દીધા છે. BJPના નેતાઓ આ વાતને ફગાવી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે. નીતિન પટેલે હાર્દિક પટેલના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીના રાજીનામાં અંગે બધી અફવાઓ ચાલી રહી છે. આવું કંઈ બન્યું નથી. અમુક લોકો સોશિયલ મીડિયામાં આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને રહેશે.

નીતિન પટેલે કહ્યું હતું કે, વિજય રૂપાણીએ કોઈ રાજીનામું આપ્યું નથી. અમે બધા સાથે મળીને ટીમ વર્ક કરીને કામ કરી રહ્યા છીએ. જે લોકો ભાજપ વિરોધી છે, જે લોકોને વિવાદો કરવામાં રસ છે, તે લોકો જ આ ખોટી અફવા ફેલાવે છે. પરંતુ અમે લોકો એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હું મારા મંત્રાલયથી ખુશ છું. બધી જગ્યાએ મારું માન-સન્માન જાળવવામાં આવે છે. પરંતુ વિજય રૂપાણીના રાજીનામાની જે અફવા ફેલાવવામાં આવી છે, તેમાં કોઈ તથ્થ નથી.

CM વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું: હાર્દિક પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીની જગ્યાએ અન્ય પાટીદાર મુખ્યમંત્રીની નિમણૂક થશે, તે અંગે બધી બાજુ ચર્ચા ચાલે છે. બુધવારના રોજ Khabarchhe.comએ સૌ પ્રથમ આ અંગે સ્ટોરી પણ પબ્લીશ કરી હતી. આ બધા વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 10 દિવસની અંદર ગુજરાતને નવા મુખ્યમંત્રી મળશે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું દાવા સાથે કહું છું કે, ગઈકાલે વિજય રૂપાણીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. આગામી 10 દિવસમાં વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકારીને નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર થઈ જશે. છેલ્લા કેટલાય સમયથી જ્યારથી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી કાયદા વ્યવસ્થાથી માંડીને રાજ્યની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે. હું દાવા સાથે કહું છું કે, ક્ષત્રીય કે પાટીદાર મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp