ખેડૂતોને સુવિધા અપાશે પણ જમીન નહીં અપાય, આવું કેમ?

PC: khabarchhe.com

(ઘોલેરામાં ખેડૂતોની જમીન લઈ લેવા માટે શહેરી વિકાસ વિભાગે નોટિસો આપી તેનો વિરોધ ખેડૂતોએ કર્યો ત્યારે આ પ્રોજેક્ટ અંગે લોગોમાં ઉત્કંઠા જાગી છે કે, આ પ્રોજેક્ટ ખરેખર કેવો છે અને તેની શું અસર થઈ રહી છે. તે અંગે થોડાં હપ્તાની એક સીરિઝ શરૂ કરવા જઈ રહ્યાં છીએ.)

ધોલેરા વિસ્તારમાં દિલ્હી મુંબઈ ઈન્ટરનેશનલ કોરિડોર અંર્તગત ધોલેરા (સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન) સરની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રની સરકાર દ્વારા થોડાં સમય પહેલાં રૂ. 3 હજાર કરોડ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી રૂ. 1,950 કરોડના કામોની શરૂઆત થઈ છે. જેમાં L&T દ્વારા રૂ. 1,850 કરોડના ખર્ચે ધોલેરા સરના 22 ગામોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ જેવી તમામ સુવિધાઓને લઈ પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે પણ ખેડૂતોની રોજી છીનવાઈ રહી છે. તેની સામે ખેતીની જમીન કે રોજગારી આપવાનો મોટો પ્રશ્ન છે, તે દૂર કરાતો નથી. ખેતીની જમીન માટે નર્મદાના પાણીને પણ પહોંચાડવાની સરકાર દ્વારા તૈયારી કરી હતી પણ હજુ સુધી પાણી મળ્યું નથી.

L&T કંપની તથા ABC એમ ત્રણ નમુનાના બિલ્ડિંગ રૂ. 100 કરોડના ખર્ચે ધોલેરા ખાતે ક્યુબ કંપની દરા બનાવવામાં આવી રહ્યાં છે. ધોલેરા વિસ્તારમાં નવા ગામ કર્ણા પાસે સૌથી મોટું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી પણ તેમાં કંઈ થઈ શક્યું નથી. L&T દ્વારા રૂ. 1,850 કરોડના ખર્ચે કામ શરૂ કરાયા છે. જેમાં પણ કૌભાંડ થયા હોવાના આરોપો છે. ધોલેરા વિસ્તારમાં 22.5 ચો.કિમી માટે આ યોજના છે.

ખેડૂતોનું શું કહેવુ છે?

ધોલેરામાં સાયકલો પણ ન હતી અને લોકોનું જીવન ધોરણ ખૂબ પછાત હતું. જે ખેડૂતોની રાજકારણીઓ અને ભારતના મોટા બિલ્ડરો દ્વારા સસ્તામાં જમીન ખરીદી લેવામાં આવી છે તે નાણાથી સાયકલ પર ફરતાં હતા તેની સામે આજે ફોરવ્હીલ પર ફરી રહ્યાં છે. જે રીતે સાણંદમાં લોકોએ જમીનો વેચી અને પૈસા વાપરી નાંખ્યા તે રીતે અહીં ધોલેરામાં થયું છે. જે ખેડૂતોએ રાજકારણીઓ અને બિલ્ટરોને જમીન આપી છે તે 10 વર્ષમાં જ કંગાળ બની ગયા છે. સરમાં થોડાંક કાયદાઓને લઈ સરકારમાં રજૂઆત માટે સ્થાનિક ખેડૂતોનો જ પોતાની સંસ્થા બનાવી છે. સરકાર પ્રચાર કરી રહી છે કે, ખેડૂતોના વિરોધની વાતો પોકળ છે અને તેઓ પણ પાછલા બારણે પોતાની જમીનો વેચીને ખૂબ સમૃદ્ધ બન્યા જ છે પણ વાસ્તવિકતા એ છે કે ખેડૂતો અહીં કંગાળ બની ગયા છે અને હવે શહેર માટે ગામડાંની જમીન કાયદાના જોરે હડપ કરવા માટે નોટિસ પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp