અમદાવાદમાં મહિલાના માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાઈ

PC: Youtube.com

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં સવારના સમયે કેટલાક લોકોને એક મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃત દેહ જોવા મળ્યો હતો. ખેતરમાં લોહીયાળ મૃતદેહ જોતાની સાથે જ લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસને જાણવા મળ્યું કે મહિલાના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘા ઝીંકીની મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાની ઓળખ માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, મહિલાનું નામ હીના મરાઠી છે.

ઘટનાને પગલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત FSLની એક ટીમ પણ ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી. બીજી તરફ લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક હીના મરાઠીને તેના ઘર નજીક રહેતા એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને જે જગ્યા પર મહિલાનો મૃતદેહ હતો, તે જગ્યા પર મહીલા અને તેનો પ્રેમી બેસવા આવતા હતા. પોલીસને વધુમાં જાણકારી મળી હતી કે મહિલાના પ્રેમીને નસો કરવાનું વ્યસન હતું અને ગઈ કાલે રાત્રે મહિલા અને તેના પ્રેમીનો ઝગડો થયો હતો. જેના કારણે પ્રેમીએ મહિલા હત્યા કરી નાંખવાની શંકા છે.

આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી લાકડાનું પાટિયું મળી આવ્યું છે અને તેના પર મહિલાના વાળ હોવાના કારણે આ લાકડાના પાટિયાનો ઉપયોગ મહિલાને મારવામાં થયો હોય તેવું પણ અનુમાન પોલીસ દ્વારા લગાડવામાં આવી રહ્યું છે. પોલીસે શંકાના આધારે મહિલાના પ્રેમી સામે મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. પ્રેમીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને પ્રેમીને પકડવાની કામગીરી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp