મને હેરાન કરનાર બચવા ન જોઈએ હું તેને માર્યા પછી પણ સજા આપીશ, યુવકે કર્યો આપઘાત

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થયો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવે છે. તો કોઈ વ્યક્તિ કોરોનાના ડરના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. ત્યારે ખેડા જિલ્લામાં 35 વર્ષના યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હતું અને આ યુવકે આપઘાત કરતા પહેલાં સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરનાર યુવકને નામ કલ્પેશ મકવાણા હોવાનું સામે આવ્યું છે.

(વ્યાજખોર આશિષ પરમાર અને સચિન મકવાણા)

રિપોર્ટ કલ્પેશ મકવાણા નડિયાદના મિશન રોડ પર નવરંગ ટાઉનશીપમાં રહેતો હતો. કમલેશે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઇને કલ્પેશન પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળની તપાસ કરી હતી. તે દરમિયાન પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કલ્પેશે લખ્યું હતું કે, તેને 4 વ્યક્તિઓ પાસેથી જે પૈસા લીધા હતા અને આ લોકો 3 દિવસનું 10 હજાર રૂપિયાનું 3 હજાર વ્યાજ વસૂલતા. કલ્પેશે એવું પણ લખ્યું હતું કે, આ તમામ લોકોની પથારી ફેરવશો અને તેમને જેલમાંથી પણ છૂટવા ન દેતા. તેણે એવું પણ લખ્યું હતું કે, જો તે જેલમાંથી છૂટશે તો હું તેને માર્યા પછી પણ સજા આપીશ. આ જીવનને ન્યાય જોઇએ છે, હું પાછો આવીશ.

(આપઘાત કરનાર યુવક )

મહત્ત્વની વાત છે કે, આપઘાત કરનાર કલ્પેશ મકવાણાના મામી નડિયાદ તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન છે અને તેમને આ બાબતે માહિતી મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. કલ્પેશ મકવાણાએ તેની સ્યૂસાઈડ નોટમાં વ્યાજખોરો તરીકા સચિન મકવાણા, આશિષ પરમાર, અપુ તલાટી અને જયદીપ ગોહેલના નામનો ઉલ્લેખ કર્યો હતો.

આપઘાત કરનાર કલ્પેશના પિતા 11 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ કલ્પેશના લગ્ન થયા હતા પરંતુ તેનું લગ્નજીવન લાંબો સમય ટક્યું નહીં અને તેના પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા થયા બાદ કલ્પેશે લગ્ન કર્યા ન હતા અને તે પોતાની 3 બહેન અને માતાનું ધ્યાન રાખતો હતો. ઘટનાને લઇને નડિયાદ પશ્ચિમ પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp