રશિયન વેક્સીન લેનારા 14 ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ, ભારત આવવાના છે કરોડો ડોઝ

PC: themoscowtimes.com

રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik V ફરી એકવાર સવાલોથી ઘેરાઇ ગઇ છે. વેક્સીન લેનારા દરેક 7માંથી એક વોલંટિયરમાં તેના સાઇડ ઈફેક્ટ જોવા મળ્યા છે. આ ખુલાસો પોતે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કર્યો છે. તેમણે કહ્યું કે, વેક્સીન લેનારા લગભગ 14 ટકા લોકોમાં તેના સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા છે.

મોસ્કો ટાઈમ્સે સ્વાસ્થ્ય મંત્રીનો હવાલો આપતા જણાવ્યું કે, દર સાતમાંથી એક વ્યક્તિએ કોરોના વાયરસ વેક્સીન લીધા પછી નબળાઈ અને માંસપેશીમાં દુખાવો જેવા સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી. જોકે, મુરાશ્કોનું કહેવું છે કે આ સાઈડ ઈફેક્ટના મામલાની પહેલાથી જ જાણકારી હતી અને તેઓ બીજા દિવસે સાજા થઇ ગયા હતા.

આ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતી પરિણામો 4 સપ્ટેમ્બરના રોજ ધ લેંસેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 76 લોકોને આ વેક્સીન બે ભાગમાં આપવામાં આવી હતી. પરિણામમાં જાણવા મળ્યું કે સ્પતનિક વી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને 21 દિવસમાં વોલંટિયર્સના શરીરમાં તેના કોઈપણ ગંભીર સાઇડ ઈફેક્ટ વિના એન્ટીબોડી બની છે.

જોકે, ધ લેંસેટમાં વેક્સીનના સાઇડ ઈફેક્ટ વિશે પણ જણાવવામાં આવ્યું હતું. જેના અનુસાર સાઇડ ઇફેક્ટમાં 58 ટકા લોકોએ ઈંજેક્શન લગાવવાની જગ્યા પર દુખાવો થવાની ફરિયાદ કરી હતી. તો 50 ટકા લોકોને હાઈ ફીવર, 42 ટકા લોકોને માથામાં દુઃખાવો, 28 ટકા લોકોને નબળાઇ અને 24 ટકા લોકોને માંશપેશીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.

આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન લેવાના 42 દિવસોની અંદર વોલંટિયર્સમાં જોવામાં આવેલા લક્ષણ મામૂલી હતા અને તેમાં કોઈપણ ગંભીર સાઇડ ઇફેક્ટ નહોતા. સ્ટડીના લેખકોનું કહેવું છે કે આ સાઇડ ઇફેક્ટ દરેક વેક્સીન પછી જોવામાં આવે છે. થોડા દિવસ પહેલા 50 વૈજ્ઞાનિકોએ રશિયાની વેક્સીનની સુરક્ષા પર શંકા વ્યક્ત કરતા લેંસેટ મેગેઝીનને એક ઓપન લેટર લખ્યો હતો. ત્યાર પછી મેગેઝીને સ્ટડીના લેખકોને વૈજ્ઞાનિકોના સવાલોના જવાબ આપવાનું કહ્યું હતું.

ભારતના લોકો માટે પણ રશિયાની વેક્સીનને લઇ વાત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા રશિયન ઈન્વેસ્ટમેન્ટ ફંડે ભારતીય કંપની ડૉક્ટર રેડ્ડીને 10 કરોડ વેક્સીન ડોઝ આપવાનો કરાર સાઇન કર્યો છે. વેક્સીન સપ્લાઇની આ પ્રક્રિયા ટ્રાયલ પૂરી થયા પછી વર્ષના અંત સુધી શરૂ કરવામાં આવશે. આ વેક્સીનને મંજૂરી આપતા પહેલા ભારતમાં પણ લોકો પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, 11 ઓગસ્ટના રોજ રશિયાના ગામાલેયા સાયન્ટિફિટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે સ્પતનિક વી વેક્સીન લોન્ચ કરી હતી. લોન્ચિંગ પછી જ આ વેક્સીન વિવાદોમાં છે. વેક્સીનાન ત્રીજા તરણનું ટ્રાયલ હજુ પૂરુ થયું નથી. જેને લઇ ઘણાં દેશો પહેલાથી જ વેક્સીનની સુરક્ષા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp