રૂપાણી સરકારની ચિંતા વધારતાં કોરોનાના આંકડાઃ એક દિવસમાં નોંધાયા આટલા કેસો

PC: jagranimages.com

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં લોકોના ધંધા ઉદ્યોગો બંધ રહેવાના કારણે લોકો ઘરમાં જ રહેતા હતા. જેથી કોરોનાનું સંક્રમણ રાજ્યમાં કાબુમાં આવ્યું હતું પરંતુ જેમ-જેમ સરકાર દ્વારા લોકોને અનલોકમાં વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવી તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવાર પછી રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. કોરોનાની મહામારીના આઠ મહિનામાં પહેલી વખત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,515 કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસમાં વધારો થયો હોવાના કારણે સરકાર દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રી કાર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1515 કેસ નોંધાયા છે. તે અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ છે. રાજ્યમાં નવરાત્રી પહેલા 25 સપ્ટેમ્બરના રોજ 1442 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 22,973 કોરોનાના કેસ નોંધ્યા છે. રાજ્યની હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુનું અમલ કરવામાં આવ્યું હોવા છતાં પણ કેસમાં વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં 21 નવેમ્બરના રોજ અમદાવાદમાં 354 કેસ, સુરતમાં 211, વડોદરામાં 125, રાજકોટમાં 89, મહેસાણામાં 55, બનાસકાંઠામાં 55, ગાંધીનગરમાં 53, સુરત જિલ્લામાં 51, વડોદરા જિલ્લામાં 39, પાટણમાં 51, ગાંધીનગર જિલ્લામાં 36, દાહોદમાં 14, ખેડામાં 20, મહીસાગરમાં 19, જૂનાગઢમાં 12, મોરબીમાં 14, જામનગરમાં 21, આણંદમાં 8, જામનગરમાં 21, સાબરકાંઠામાં 17, અમરેલીમાં 24, ભરૂચમાં 6, પંચમહાલમાં 23, કચ્છમાં 30, ભાવનગરમાં 14, નર્મદામાં 12, સુરેન્દ્રનગરમાં 15, અરવલ્લીમાં 12, દ્વારકામાં 4, જૂનાગઢ જિલ્લામાં 8, ગીર સોમનાથમાં 10, પોરબંદમાં 1, છોટા ઉદેપુરમાં 6, તાપીમાં 6, બોટાદમાં 4, ભાવનગરમાં 14 અને નવસારીમાં 3 કેસ નોંધાયો હતો. આમ રાજ્યમાં 21 નવેમ્બરના રોજ ફૂલ 1,515 કેસ નોંધાયા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તહેવારમાં લોકોની ભીડના કારણે કોરોના ફેલાયો હોવાનું નિવેદન આપ્યું છે. મહત્તવની વાત છે કે, દિવાળી પહેલા રાજ્યમાં કોરોનાના કેસ 1200થી ઘટીને 800 થઇ ગયા હતા પરંતુ હવે કોરોનાના કેસ 1200થી વધીને 1500ને પણ પાર કરી ગયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં અને સુવિધાઓમાં વધારો કરવા માટે સરકાર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. અમદાવાદમાં રજા પર ગયેલા તમામ ડોક્ટર અને મેડીકલ સ્ટાફને ફરજ પર પરત બોલાવમાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp