શું માનવ સભ્યતા માટે 2020 સૌથી ખરાબ વર્ષ? જાણો ઈતિહાસકારો શું કહે છે

PC: india.com

વર્ષ 2020ની શરૂઆત ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગથી થઇ, જેમાં 300 કરોડ પશુઓ ક્યાં તો મરી ગયા કે તેમને મૂળ સ્થાને ઉજાડી દેવામાં આવ્યા, ત્યાર પછી કોરોના વાયરસ મહામારી આવી. દુનિયાભરની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઇ. નોકરીઓ જવી તેના ચરમ પર છે અને ઘણાં સેક્ટરો બંધ થવાના કગારે છે. મહામારીની સાથે સાથે દુનિયાભરના ઘણાં દેશોમાં પ્રાકૃતિક આપદાઓ ફમ ત્રાટકી. જેમકે, ભારતમાં પૂર, ચક્રવાત, યુદ્ધનો ખતરો, પાછલા આઠ મહિનામાં શું શું ન જોયું!!!

ઘણાં લોકોનું કહેવું છે કે, 2020 એક શાપિત વર્ષ છે. જે માનવ સભ્યતાના ઈતિહાસમાં સૌથી ખરાબ વર્ષ છે. પણ શું ખરેખર આ સાચી વાત છે...તો ચાલો જાણીએ.

536 CE(ઈસ્વી) ની સાથે મુસીબતની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આવે છે હવામાન. તેના ખરાબ થવાનું કારણ હતું પૃથ્વીની બે મોટી જ્વાળામુખી વિસ્ફોટોએ પૃથ્વીને અંધારામાં ઢાંકી દીધી હતી અને સૂર્યના કિરણોને નીચે આવતા રોકી દીધા હતા. તાપમાન નીચે પડ્યું અને ઉત્તર ગોળાર્ધના અમુક ભાગોમાં ગરમીમાં પણ બરફ પડવા લાગ્યો હતો. જેને લીધે ફૂડ સપ્લાઇ બંધ થઇ ગઇ અને પરિણામ એ આવ્યું કે પૂરા યુરોપ અને આસપાસના વિસ્તારોએ દુકાળનો સામનો કરવો પડ્યો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં મધ્યયુગીન ઈતિહાસના પ્રોફેસર માઈકલ અને ગોએલેટ કહ્યું કે, 536માં લેટ એંટીક લિટિલ આઈસ એજની શરૂઆત અને સૌથી મહત્વપૂર્ણ 541માં બ્યૂબોનિક પ્લેગ જેવી મહામારીની મિસ્ત્રમાં દસ્તક. જેનો પ્રકોપ લગભગ 200 વર્ષ સુધી રહ્યો. 750 CEની આસપાસ પ્લેગ ધીમે ધીમે સમાપ્ત થવા સુધીમાં 10 કરોડ લોકોનો ભોગ લઇ ચૂક્યો હતો.

સ્પેનિશ ફ્લૂ મહામારી

વર્ષ 1918માં H1N1 ઈન્ફ્લૂએંઝા મહામારીમાં ફેરવાયું, જેણે દુનિયાના દરેક 3 લોકોમાંથી લગભગ એકને સંક્રમિત કર્યા. લગભગ 50 કરોડ લોકો સંક્રમિત થયા અને 5 કરોડ લોકોના મોત થયા. ભારતમાં આ મહામારીએ ઉત્તરી ભાગને નિશાનો બનાવ્યું જેમાં અંદાજિત 1.2 થી 1.3 કરોડો લોકોના મોત થયા. જે કુલ વસતીના લગભગ 4-6 ટકા હતા. 1918-20 મહામારીમાં ભારતમાં ઈન્ફ્લૂએંઝાથી ઓછામાં ઓછા એક કરોડ લોકોના મોત થયા. બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોના કેસ મૃત્યુ દર 20 ટકાથી વધારે હતા.

જ્યારે સવાલ કરવામાં આવ્યો કે માનવતા માટે સૌથી ખરાબ વર્ષ કયું માનવામાં આવે તો ઈતિહાસકાર રાના સફવી કહે છે કે વિપદા વ્યક્તિનિષ્ઠ છે. અલગ અલગ લોકો પોતાના અનુભવ અને નજરિયાના આધારે જુદા જુદા વર્ષોને ખરાબ કહેશે. જો આપણે 100 વર્ષ પાછળ ચાલ્યા જઇએ છીએ તો માત્ર ચાર વર્ષના સમયમાં કોઇ 2 કરોડ લોકો માર્યા ગયા, લગભગ 75 હજાર ભારતીય એક શ્વેત વ્યક્તિનું યુદ્ધ લડી રહ્યા હતા.-પહેલું વિશ્વ યુદ્ધ. માત્ર 30 વર્ષ પછી એડોલ્ફ હિટલર દુનિયાને જીતવા નિકળ્યો. પરિણામ- બીજુ વિશ્વ યુદ્ધ. જેમાં 8.5 કરોડ નાગરિકો અને સૈનિકોના મોત થયા. જેમાં 20 લાખ ભારતીયોના મોત થયા.

1943-44ના બંગાળના દુકાળમાં ભુખમરીથી 30 લાખ લોકોના મોત થયા. જૂની પેઢી હજુ પણ તે ડરામણા દિવસોને યાદ કરે છે. 1943 બંગાળના સૌથી ખરાબ વર્ષ તરીકે હોઇ શકે છે. પણ આધુનિક બાંગ્લાદેશ તેનો વિરોધ કરી શકે છે. 1971માં નવા રાષ્ટ્ર બાંગ્લાદેશના ઉદયમાં લગભગ 30 લાખ લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના બંગાળી હિંદુ હતા. સાથે જ એક કરોડ લોકોને સીમા પાર કરી ભારત જવા પર મજબૂર કરવામાં આવ્યા.

જાપાનમાં કોઈપણ માટે 1945 કદાચ દેશના ઈતિહાસનું સૌથી ખરાબ વર્ષ હશે, કારણ કે તે વર્ષે લિટલ બોય અને ફેટ મેન નામના બે પરમાણુ બોમ્બ દ્વારા અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર આકાશમાંથી તબાહી વર્ષાવી હતી. તો ભારતમાં 1947 ખરાબ હોઇ શકે છે. કારણ કે એક પ્રાચીન જમીન બે દેશોના જન્મ સમયે લહૂલૂહાન થઇ હતી. વિભાજને દોઢ કરોડ લોકોને વિસ્થાપિત કરી દીધા અને 10 લાખથી વધારે લોકોના મોત થયા.

ઈતિહાસકાર જોન એમ બૈરી કહે છે કે, 2020 અસ્તિત્વના સૌથી ખરાબ વર્ષોમાં કશે નજીક પણ નથી. પ્રોફેસર માઈકલ કહે છે કે, 2020 સ્પષ્ટ રીતે અત્યાર સુધીનું ખરાબ વર્ષ રહ્યું અને આપણે હજુ તેના બે તૃતીયાંશ ભાગ જ પાર કર્યો છે. પણ દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગમાં મેડિસિન ઈતિહાસકાર પ્રોફેસર બર્ટન ક્લીટસ અનુસાર, 2020 ખરેખર તો મનોવૈજ્ઞાનિક રીતે સૌથી ખરાબ વર્ષ છે. 2020 ખરાબ છે. મુખ્ય રીતે જો આપણે બીમારી વ્યાપકતા માપીએ તો, સ્કૂલો બંધ હોવાને લીધે, વેપાર ઠપ થવાને લીધે અને ઘણી ગતિવિધિ ઠપ થવાને લીધે લોકો એવું માનવા લાગ્યા છે કે તેમનું જીવન સ્થિરતાની સ્થિતિમાં આવી ગયું છે.

પ્રોફેસર સૈયદ હબીબ કહે છે કે, 2020ને ભારતીય ઈતિહાસનું સૌથી ખરાબ વર્ષ કહેવું ખોટું રહેશે. 2020 નિશ્ચિતપણે ખરાબ છે, પણ આપણે તેને ઈતિહાસમાં સૌથી ખરાબ કહી શકીએ નહીં. વાયરસે સમાજના દરેક વર્ગોને પ્રભાવિત કર્યા છે. પણ આશા છે કે વાયરસ વર્ષના અંત સુધીમાં ખતમ થઇ જશે. જો તે આ રીતે જ ફેલાતો રહેશે તો આપણે શરૂઆતથી વિચાર કરવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp