કોરોનાના 3 નવા લક્ષણો આવ્યા સામે, વારંવાર વોમિટ થવા પર કરાવો ટેસ્ટ

PC: insider.com

કોરોના વાયરસના વધતા સંક્રમણની સાથે તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ખાંસી અને થાક જેવા શારીરિક ફેરફારોને જ કોરોના વાયરસ સંક્રમણના લક્ષણ માનવામાં આવતા હતા. કોરોના સંક્રમણ પર અમેરિકાની મેડિકલ સંસ્થા સેંટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશને(CDC) ત્રણ નવા શારીરિક લક્ષણોને કોરોના વાયરસના સંભવિત સંકેત માન્યા છે.

કોરોના વાયરસ સંક્રમણના આ ત્રણ નવા લક્ષણો છે- નાક વહેવું, વોમિટિંગ થવી અને ડાયરિયા

નાક વહેવુઃ

CDC અનુસાર, પહેલા નાક વહેવાનો એ અર્થ નહોતો કે પીડિત વ્યક્તિ કોરોના વાયરસથી જ સંક્રમિત છે. પણ જો કોઈ વ્યક્તિનું નાક સતત વહી રહ્યું છે અને તેને જો ગભરામણ લાગી રહી હોય તો તાવ નહીં હોવા પર પણ તે કોરોનાથી સંક્રમિત હોઇ શકે છે. આવા વ્યક્તિએ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો જોઈએ.

વોમિટિંગ થવીઃ

અમેરિકન સંસ્થા CDCએ કોરોના વાયરસનું બીજનું નવું લક્ષણ વોમિટિંગ કે ઉલટીને ગણાવ્યું છે. CDC અનુસાર, જો કોઇ વ્યક્તિને વારે વારે અસાન્ય રીતે વોમિટિંગ થવા લાગે તો એ કોરોનાના ખતરાનું સિગ્નલ છે. આવા વ્યક્તિએ તરત પોતાને આઇસોલેટ કરવું જોઇએ. આ સીઝનમાં વોમિટિંગ થવાના અન્ય કારણો પણ હોઇ શકે છે. પણ તેને ઈગ્નોર કરો નહીં અને વારે વારે આવું થવા પર તમારે કોરોના ટેસ્ટ કરાવવી જોઈએ.

ડાયરિયાઃ

કોરોના વાયરસનું ત્રીજુ નવું લક્ષણ ડાયરિયા છે. ડૉક્ટરોએ પહેલા પણ આ માન્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીમાં ડાયરિયા જેવા કે તેનાથી મળી આવતા લક્ષણો હોઇ શકે છે. હવે CDCએ પણ આ માન્યું છે કે દુનિયાભરમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયરિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે.

આ 3 લક્ષણોને જોડ્યા પછી CDCની લિસ્ટમાં કોરોના સંક્રમણના કુલ 11 લક્ષણ થઈ ગયા છે. આ પહેલા શરીરમાં થનારા આ 8 ફેરફારોને કોરોનના સંભવિત સંકેત માનવામાં આવતા હતા. આ 8 લક્ષણો હતા- તાવ અને ઠંડી લાગવી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુઃખાવો, માથુ દુઃખવું, સ્વાદ નહીં મળવો, ગળામાં દુઃખાવો અને ખાંસી.

જણાવી દઈએ કે, દુનિયાભરમાં કોરોના વાયરસના રોગીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા અનુસાર, હવે કોરોના વાયરસમા સકંજામાં આવનારા લોકોની સંખ્યા 1 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. અમેરિકામાં જ માત્ર 25 લાખથી વધારે લોકો કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. કોરોના સંક્રમિત દર્દીઓની લિસ્ટમાં ભારત ચોથા સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp