3 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ ચાલુ, સીરમે ત્રીજા સ્ટેજની મંજૂરીની રાહઃ ICMR પ્રમુખ

PC: medicircle.in

ભારતમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોની વચ્ચે તેની વેક્સીનને લઇ કામ ઝડપથી ચાલી રહ્યું છે. ICMR પ્રમુખ બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારતમાં 3 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે, જેમાં બે કંપનીઓએ પહેલું ચરણ અને એક કંપનીએ બીજું ચરણ પૂરુ કરી લીધું છે, તો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રીજા ચરણના ટ્રાયલની મંજૂરી માટે રાહ જોઇ રહી છે. ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારતમાં 3 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. કેડિલા અને ભારત બાયોટેકના પહેલા સ્ટેજની ટેસ્ટિંગ પૂરી થઇ ગઇ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે બીજા ચરણનું B3 પરીક્ષણ પૂરુ કરી લીધું છે અને મંજૂરી પછી ત્રીજા ચરણની ટેસ્ટિંગ(14 સ્થળો પર 1500 દર્દીઓની સાથે) શરૂ કરવામાં આવશે.

ડૉક્ટર ભાર્ગવે કહ્યું કે, વેક્સીન ટ્રાયલ હજુ પણ સમકક્ષ સમીક્ષાના સ્ટેજમાંથી પસાર થઇ રહી છે. એકવાર જ્યારે સમકક્ષ સમીક્ષા થઇ જાય છે અને સંપૂર્ણ પ્રકાશન મળી જશે તો આ આંકડા પર ફરીથી નેશનસ ટાસ્ક ફોર્સ અને સ્વાસ્થ્ય મંત્રાલયની સંયુક્ત દેખરેખ દ્વારા વિચાર કરવામાં આવશે. પછી એક નિર્ણય લેવામાં આવશે કે તેને ચાલુ રાખવું જોઇએ કે નહીં. વેક્સીનને લઇ ભારતના ફાળા વિશે તેમણે કહ્યું કે, ભારતે 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 25 જિલ્લાના 39 હોસ્પિટલોમાં 464 દર્દીઓ પર પરીક્ષણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફાળો આપ્યો છે.

કોરોનાથી ફરી સંક્રમણના કેસ પર ડૉક્ટર ભાર્ગવે કહ્યું કે, આપણે ફરીથી કોરોના સંક્રમિત થઇ શકીએ છીએ, પણ આ ચિંતાનો વિષય નથી, જેવુ કે હોંગકોંગમાં જોવામાં આવ્યો છે. પણ ફરીથી સંક્રમણ સામાન્ય રીતે નેચરમાં હળવું રહે છે. પીક અને વેબ અલગ બાબત છે.

પ્લાઝ્મા થેરાપીને લઇ ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ 100 વર્ષોથી પણ વધારે સમયથી કોઈના કોઈ રૂપમાં કરવામાં આવી રહ્યો છે. હવે તેનો ઉપયોગ કોરોના મહામારીની સારવારના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. તે મદદ કરે છે કે નહીં તેના પર સ્ટડી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp