છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ, રિકવર રેટ વધીને 97.35% થયો

PC: PIB

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 51,60,995 સત્રોનું આયોજન કરીને રસીના 41,78,51,151 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 22,77,679 ડોઝ આપવામાં આવ્યા છે. 21 જૂનથી કોરોના વિરોધી વેક્સીનેશન અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,04,29,339 દર્દીઓ રિકવર થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 38,652 દર્દીઓ રિકવર થયા છે. આના કારણે એકંદરે રિકવર થવાનો દર વધીને 97.35% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 41,383 નવા કેસ નોંધાયા છે. પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

એક્ટિવ કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસનું ભારણ આજે 4,09,394 છે અને એક્ટિવ કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના માત્ર 1.31% છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,18,439 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 45.09 કરોડથી વધારે (45,09,11,712) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટિવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 2.12% છે જ્યારે દૈનિક પોઝિટિવિટી દર આજે 2.41% નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી દર સળંગ 31 દિવસથી ૩%થી ઓછો છે અને 45 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp