કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા છતાં આ રાજ્યમાં 66 વિદ્યાર્થીઓ પોઝિટિવ નિકળ્યા

PC: ndtv.com

જ્યાં દેશભરમાં કોરોનાથી બચવા માટે વેક્સીનના બંને ડોઝ લેવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યાં કર્ણાટકમાં એક મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દરેક વિદ્યાર્થીઓને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા હતા. કર્ણાટકના ધારવાડમાં અધિકારીઓએ જણાવ્યું કે એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સના 66 વિદ્યાર્થીઓ તે સમયે પોઝિટિવ સામે આવ્યા જ્યારે કોલેજના એક ઈવેન્ટ પછી 400માંથી 300 વિદ્યાર્થીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવી. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીના આદેશ પર સાવચેતીના રૂપમાં કોલેજની બે હોસ્ટલોને સીલ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે હાલમાં વિદ્યાર્થીઓને કોલેજ આવવા માટે ના પાડી દેવામાં આવી છે.

સંક્રમિત વિદ્યાર્થીઓને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા હતા. હાલમાં તેમને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ધારવાડના ઉપાયુક્ત નિતેશ પાટિલે જણાવ્યું કે તેઓ હોસ્ટેલની અંદર જ સારવાર કરાવશે. બાકી બચેલા 100 વિદ્યાર્થીઓની પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અમે બંને હોસ્ટેલ સીલ કરી દીધી છે. વિદ્યાર્થીઓને ભોજન અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઇને પણ હોસ્ટલથી બહાર જવા દેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓની કોવિડ ટેસ્ટ થવાની છે તેમને પણ આ હોસ્ટેલમાં જ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોલેજમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી આ વિદ્યાર્થીઓને સંક્રમણ થયું અધિકારીઓએ કહ્યું કે અમે એ તપાસ કરી રહ્યા છે કે વિદ્યાર્થી કોલેજ પરિસરની બહાર ગયા હતા કે નહીં. હાલમાં અમને શંકા છે તે વિદ્યાર્થીઓ માટે કોલેજમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમના કારણે જ સંક્રમણ ફેલાયેલું છે. અમે તે કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓની ટેસ્ટ કરી છે. જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેક્સની પણ તપાસ કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે અમુક સંક્રમિત વિદ્યાર્થીઓને ખાંસી અને તાવ છે જ્યારે અન્યોમાં હાલમાં કોઇ લક્ષણ જોવા મળી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp