કોરોનાથી સ્થિતિ વકરીઃ 8 શવોના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર

PC: ndtv.in

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ રોજને રોજ ગંભીર થતી જઇ રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં નવા કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સ્થિતિ એવી બની ગઇ છે કે અમુક શહેરોમાં તો એક જ ચિતા પર ઘણાં લોકોનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર છે. જિલ્લાના અંબાજોગાઇમાં મંગળનારે 8 લોકોનું એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. જેમાંથી એક મહિલા છે, બાકી 7 પુરુષો હતા. આ દરેકની ઉંમર 60થી વધારે હતી.અંબાજોગાઇ તાલુકો હોટસ્પોટ બન્યો છે, જ્યાં પાછલા દિવસોમાં લગભગ 500 લોકો પોઝિટિવ સામે આવ્યા છે. અહીં કોરોનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીડ જિલ્લામાં પાછલા 24 કલાકમાં 741 સંક્રમિત મળ્યા છે અને 8 લોકોના મોત થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, અસ્થાયી સ્મશાન ગૃહમાં જગ્યાની કિલ્લતના કારણે આવું પગલું લેવામાં આવ્યું. એક અધિકારીએ જણાવ્યું કે અંબાજોગઇ નગરના સ્મશાનગૃહોમાં આ લોકોનું અંતિમ સંસ્કારનું સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, માટે સ્થાનિક અધિકારીઓએ અંતિમ સંસ્કાર માટે અન્ય જગ્યા શોધવી પડી જ્યાં જગ્યા ઓછી હતી.

તાલુકાના નગર પરિષદ પ્રમુખ અશોક સાબલેએ જણાવ્યું, હાલમાં અમારી પાસે જે સ્મશાનગૃહ છે, ત્યાં સંબંધિત મૃતકોનું અંતિમ સંસ્કાર કરવા માટે સ્થાનીય લોકોએ વિરોધ કર્યો. માટે અમે નગરથી 2 કિમી દૂર માંડવા માર્દ પર એક અન્ય જગ્યા શોધી. આ નવા અસ્થાયી અંત્યેષ્ટિ ગૃહમાં પણ જગ્યાની કિલ્લત છે.

અધિકારીએ જણાવ્યું કે માટે અમે મંગળવારે એક મોટી ચિતા બનાવી અને તેના પર 8 શવોનું અંતિમ સંસ્કાર કર્યું. મોટી ચિતા હતી અને શવોને એકબીજાથી નિશ્ચિત અંતરે રાખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા મામલાની વચ્ચે મહારાષ્ટ્રમાં જેટલા હોટસ્પોટ જિલ્લા છે, ત્યાં ICU બેડ અને ઓક્સીજનની ભારે કિલ્લત છે. પુણેમાં તો હોસ્પિટલના વેઈટિંગ એરિયામાં 7 ઓક્સીજન બેડ લગાવવા પડ્યા છે, જેથી દર્દીઓને મોકલવાના સ્થાને ઓક્સીજન આપીને બચાવવામાં આવે. મુંબઈમાં 92 ટકા ICU અને 93 ટકા વેન્ટિલેટર બેડ ફુલ છે. જીવનરક્ષક દવા રેમડેસિવિર માટે ફરી લાંબી લાઉનો લાગી છે. નાસિક જિલ્લામાં આ દવા માટે લાંબી લાઇનો જોવા મળી. ઘણાં સ્થળોએ સ્ટોક ખતમ થવાને લીધે લોકો નાખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp