કોરોનાના દર્દીને માર મારવાના મામલે તંત્રનો બચાવ, માર મારવાની વાત બાજુ પર મૂકો

PC: news18.com

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના એક દર્દીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે કેસમાં હોસ્પિટલ તંત્રએ પોતાનો બચાવ કરતા સમગ્ર વાતને ફગાવી દેવા માટે પ્રયત્નો કર્યા છે. આ મામલે તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષ કોંગ્રેસે ક્લેકટરને આવેદનપત્ર આપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા પગલાં ભરવામાં આવ્યા છે.

જોકે, આ કેસમાં જ્યારે હોસ્પિટલ તંત્રને ફરી પૂછવામાં આવ્યું ત્યારે કોઈને સ્પષ્ટતા કરી ન હતી. અચાનક જ મૌન ધારણ કરી લીધું હતું. હોસ્પિટલ તંત્રએ અગાઉ જે વાત કહી હતી એ જ વાત રીપિટ કરી છે. તે પોતાની જાતને નુકસાન કરતો હતો અને મારામારી કરી રહ્યો હતો. જોકે, જ્યારે આ અંગે મીડિયાએ પ્રશ્નો કર્યા ત્યારે ત્યારે હોસ્પિટલના પદાધિકારીઓએ કહ્યું કે, માર મારવાની વાત બાજુએ મૂકીને વાત કરો. આ કેસમાં સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ ડૉ. પંકજ બૂચે સ્પષ્ટતા કરી છે કે, તા. 9 સપ્ટેમ્બરનો આ બનાવ છે. વહેલી સવારે એક દર્દી પોતાની જાતને નુકસાન કરી રહ્યો હતો. મારામારી કરી રહ્યો હતો. તેમણે પોતાના કપડાં કાઢી નાંખ્યા હતા. બારીમાંથી કુદવા માટે પણ પ્રયત્નો કર્યા હતા. આ મામલે એક કમિટીને તપાસ સોંપવામાં આવી છે. જોકે, હકીકતમાં સિક્યુરિટી ગાર્ડે પણ દર્દીને ફટકાર્યો હતો. જ્યારે વધારે પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે કોઈ પદાધિકારીએ સ્પષ્ટતા કરી ન હતી. અન્ય પદાધિકારીએ અમને જાણ નથી હોવાનું કહી મામલો ફગાવવા પ્રયત્નો કર્યા છે.

 

ડૉ. પંકજ બુચે ઉમેર્યું કે, દર્દી નર્સિંગ સ્ટાફ દ્વારા કંટ્રોલ થતો ન હતો. તેથી ત્યાં રહેલા કંટ્રોલ રૂમના હેડને જાણ કરવામાં આવી કે, દર્દી મારામારી પર ઊતરી આવ્યો છે. દર્દીને બચાવવા માટે અને અન્ય દર્દીની સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા છે. આ દર્દી તા.8 રોજ અહીં એડમિટ થયો હતો. તે કોરોનાનો દર્દી છે. આ દર્દી માનસિક હોવાથી જે તે વિભાગના હેડને પણ જાણ કરવામાં આવી છે. જોકે, હોસ્પિટલ તંત્ર તરફથી થયેલો આ લુલો બચાવ છે. ડૉક્ટરે ઉમેર્યું કે, આ કેસ તપાસ સમિતી હેઠળ લાવીશું. નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થશે. જોકે, મીડિયાએ CCTV ફૂટેજ અંગે પણ પ્રશ્નો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp