અક્ષય કુમાર ફરી થયો કોરોના પોઝિટિવ, Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ નહીં લે

PC: twitter.com/akshaykumar

કોરોના કેસોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દેશ અને રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે કોરોના હવે બોલિવુડ સુધી પહોંચી ગયો છે. અભિનેતા અક્ષય કુમાર ફરી કોરોના સંક્રમિત થયો છે. કોરોના થયો છે તેની આ જાણકારી અક્ષય કુમારે જાતે જ તેના ટ્વીટ૨ પર હેન્ડલ પરથી આપી હતી.

આગામી સમયમાં Cannes ફેસ્ટિવલ યોજાવાનો છે. તે સંક્રમિત થતા આ વખતે Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભાગ નહીં લઈ શકે. અક્ષય કુમારે તેમના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને લખ્યું, ઈન્ડિયન પેવેલિયન Cannes ફેસ્ટિવલમાં આપણા સિનેમાને આગળ વધારવાને લઈ ઘણો ઉત્સુક હતો પરંતુ હવે તે નહીં કરી શકું.

કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોના કેસો સામે આવી રહ્યા છે. અગાઉ પણ અક્ષય કુમારને કોરોના થયો હતો ત્યારે આ બીજી વાર અભિનેતાને કોરોના થયો છે. અક્ષય કુમારના સંપર્કમાં આવેલાને કોરોના થયો છે કે નહીં, તે અંગે જાણકારી મળી નથી. તેના સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવા માટે સલાહ આપવામાં આવી છે. ફરી કોરોના એક વાત માથું ઊંચકી રહ્યો છે ત્યારે દેશમાં પહેલાં 3000થી નીચે કોરોના કેસ આવી રહ્યા હતા જેમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ સામાન્ય કેસો વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp