કોરોનાની દહેશતઃ માસ્ક માટે રાજસ્થાનમાં એમ્બ્યુલન્સમાં લૂંટ

PC: livehindustan.com

આખા દેશમાં કોરોના વાયરસના કારણે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારની સાંજે રાજસ્થાનના બાડમેરમાં તો માસ્ક માટે ત્રણ લોકોએ એમ્બ્યુલન્સને લૂંટી લીધી. આ બાબતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, એમ્બ્યુલન્સ બલોતરાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાને એડમિટ કરાવ્યા પછી પારૂ ગામ જઈ રહી હતી. એ દરમિયાન બલોતરા શહેરમાં આ ઘટના બની હતી. શહેરમાં ત્રણ ઈસમોએ એમ્બ્યુલન્સ રોકી અને માસ્ક માંગ્યુ ત્યારે ડ્રાઈવરે માસ્ક ન હોવાનું જણાવ્યું. ત્યારબાદ ત્રણે ગુસ્સે ભરાયા અને ડ્રાઈવરને માર માર્યો અને એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં.

એમ્બ્યુલન્સ ડ્રાઇવર હનુમાનરામ બેરાદે, બીજા એમ્બ્યુલન્સ ડ્રાઇવરને આ ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને GPS સિસ્ટમની મદદથી આરોપીઓ પાછળ જવા લાગી. પોલીસ એમ્બ્યુલન્સ સુધી પહોંચે ત્યાં સુધી તો આરોપીઓ એમ્બ્યુલન્સ છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ જપ્ત કરી હતી. પોલીસે ડ્રાઇવરના નિવેદનના આધારે IPCની કલમ 323, 341 અને 384 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ બાબતે સ્ટેશન હાઉસ ઓફિસર નીરજ પ્રતાપ સિંહે કહ્યું હતું કે, ‘કેસ દાખલ કરાયા બાદ બુધવારે એક આરોપી ભીમા રામની ધરપકડ કરી લેવામાં આવી આવી છે અને બીજા બેની શોધખોળ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે ડૉક્ટરોએ લોકોને સેનિટાઈઝર અને માસ્ક પહેરવાની સલાહ આપી છે. ત્યારબાદ તેનો અભાવ પણ થઈ ગયો છે. આ પહેલા માસ્ક અને સેનિટાઈઝરના બ્લેક માર્કેટની એક ઘટના પણ સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp