બાંગ્લાદેશના 27 ક્રિકેટરોએ કોરોનાથી લડવા આપ્યું દાન, ભારતીય સ્ટાર્સ સામે સવાલો

PC: twimg.com

કોરોના વાયરસનો કહેર સતત ચાલી રહ્યો છે. દરેક જગતમાંથી લોકો આગળ આવી રહ્યા છે. જેનાથી જે સંભવ બની રહ્યું છે, તે કરી રહ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાનો મહિનાનો અડધો પગાર કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડી રહેલી સરકારના ફંડમાં દાન કરવાનો નિર્ણય લીધો છે અને તે ખૂબ જ સારી બાબત છે. જ્યારે આપણા કરોડપતિ ક્રિકેટર માત્ર મેસેજથી સંદેશો આપી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશ ક્રિકેટરોનું આ પગલું આ અરબોપતિ ભારતીય ક્રિકેટરો માટે એક સંદેશ છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારો ક્રિકેટર છે. વિરાટ ઉપરાંત, એમ. એસ. ધોની, પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકર સહિત અન્ય ઘણા મોટા નામો છે, જે વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ દિગ્ગજોએ હજુ સુધી વીડિયો મેસેજ આપવા ઉપરાંત, ગજવામાંથી કોઈ રકમ આપવાની જાહેરાત નથી કરી.

જોકે, આ બાબતની ચર્ચા દેશવાસીઓની વચ્ચે છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે કે, આપણા દિગ્ગજ અરબોપતિ ખેલાડીઓ મુશ્કેલ સમયમાં આર્થિક મદદની જાહેરાત શા માટે નથી કરી રહ્યા. આવું અમે નહીં, પરંતુ લોકો કહી રહ્યા છે કે, આખરે આ કેવા કરોડપતિ સ્ટાર્સ છે અને તેઓ આ મુશ્કેલ સમયમાં દેશવાસીઓની મદદ નહીં કરશે તો ક્યારે કરશે. દરેક જગ્યાએ આ જ ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચામાં આપણા અરબોપતિ બોલિવુડ સ્ટાર્સ પણ નિશાના પર છે.

જોકે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 50 લાખ રૂપિયાના ચોખા વહેંચવાની જાહેરાત કરી છે. જોકે, સૌરવ ગાંગુલી કરતા અન્ય ઘણા મોટા નામો છે જે વાર્ષિક અરબોની કમાણી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમણે કોઈપણ પ્રકારની મદદની જાહેરાત નથી કરી.

જોકે હાલના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના 27 ખેલાડીઓએ પોતાનો અડધા મહિનાનો પગાર દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમાં 17 ક્રિકેટર્સનો બોર્ડ સાથે વાર્ષિક કરાર છે અને બાકીના 10 ખેલાડીઓએ બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ખેલાડીઓ તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આખું વિશ્વ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડી રહ્યું છે અને તે બાંગ્લાદેશમાં પણ ફેલાઈ રહ્યો છે. અમે ક્રિકેટર્સ લોકોને મહામારી અટકાવવા માટે સોશિયલ મીડિયા પર જરૂરી પગલાં લેવા માટે જાગૃત કરી રહ્યા છીએ.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કર કાપ્યા બાદ દાનની રકમ 25 લાખ જેટલી થાય છે. બની શકે છે કે કોરોના સામે લડવામાં આ રકમ પર્યાપ્ત ના હોય, પરંતુ જો આપણે બધા જ પોતપોતાની રીતે અને સંયુક્તરીતે યોગદાન આપીએ, તો આ કોરોના સામે લડાઈ લડવામાં એક મોટું પગલું ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp