દર્દીઓની સેવા કરવામાં જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સના પરિવારને સરકારે કરી આ મદદ

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવસ-રાત જોયા વગર ફરજ બજાવતા ડોક્ટર અને મેડીકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. સારવાર દરમિયાન કોરોના વોરીયર્સમાં મોત થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સનું સારવાર દરમિયાન મોત થતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કોરોના વોરીયર્સના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફમાં ફરજ બજાવતા સુનીલ નિમાવત નામના વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેથી તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 32 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. સુનીલ નિમાવતનું સારવાર દરમિયાન મોત થતાં કોરોના વોરીયર્સના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે સુરતમાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા સુનીલ નિમાવતનાં પરિવારને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે સહાયનો 50 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને કોરોના વોરીયર્સના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બાબતે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુનીલ નિમાવત નામના કોરોના વોરીયર્સ સુરતની સિવિલ હોસ્પિટલના મેડીકલ સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા હતા. સુનીલ નિમાવત કોરોના સંક્રમિત થતા તેમણે હોસ્પિટલમાં 32 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. કોરોના ગ્રસ્ત લોકોની વચ્ચે ફરજ બજાવીને સંક્રમિત થઇને તેઓ પરત આવી શક્યા નહીં અને તેમણે શહીદી વહોરી છે. પૈસા આપવાથી તેમના પરિવારને તેમની ખોટ પૂરાશે નહીં પણ પરિવારના રાહત મળે તે માટે એટલા માટે અમે તેમને ચેક અર્પણ કરી રહ્યા છીએ.

આ બાબતે સુનીલ નિમાવતના પત્ની જાગૃતિ નિમાવતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે સરકારનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. સરકારે અમને જે મદદ કરી છે તે પૈસા હું મારા બાળકોને ભણતર પાછળ વાપરીશ. હું મારા બાળકોને ડોક્ટર બનાવવા માગું છું. સુનીલ નિમાવતની દીકરી નંદીની નિમાવતે જણાવ્યું હતું કે, મારા પિતાનું સપનું મારે આગળ વધારવાનું અને બધાની સેવા કરવી છે. મારા પિતાએ પણ બધાની મદદ કરી છે અને કોઈ પણ વ્યક્તિએ ગમે ત્યારે મારા પિતા પાસે મદદ માંગી છે ત્યારે તેઓ મદદ કરવા માટે ગયા છે. મારે પણ લોકોની મદદ કરવી છે. હું પાછળ હટીશ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp