પ્રશંસનીય પહેલઃ અહીં પોલીસ ભૂખ્યાઓને કરાવી રહી છે ભોજન

PC: haribhoomi.com

કોરોના વાયરસે ભારતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ક્યાંક ઓક્સિજનની અછત છે તો ક્યાંક બેડની, ક્યાંક સ્મશાન ગૃહોમાં લાંબી લાઇન છે તો ક્યાંક માનવતાની પરીક્ષા છે. ચોતરફ કોરોનાએ અફરાતફરી મચાવી રાખી છે. લોકોમાં ડર ભરાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના સતત 3 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે અને 3 હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આવા કપરા કાળમાં એવા પણ લોકો છે જે લોકોની તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે.

કોરોના કાળમાં આમ તો મદદ માટે દરેકે પોત-પોતાની રીતે હાથ લંબાવ્યા છે, કોઈક પત્નીના ઘરેણાં વેચીને દર્દીઓને વિના મૂલ્યે લઈ જવા એમ્બ્યુલન્સ બનાવી રહ્યું છે તો કોઈક બાઇક એમ્યુલન્સ બનાવી રહ્યું છે. છત્તીસગઢના એક પોલીસ સ્ટેશનની એક વખાણ લાયક પહેલ સામે આવી છે. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મનેન્દ્રગઢ પોલીસના હાથોમાં હાલના દિવસોમાં દંડાની જગ્યાએ ભોજનની થાળી નજરે પડી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જરૂરતમંદ, માનસિક વિક્ષિપ્ત, ગરીબ લોકોને પોલીસની આ પહેલથી કોળિયો મળી રહ્યો છે.

પોલીસની આ થાળીનું નામ છે હેપ્પી મીલ. મનેન્દ્રગઢ શહેર તેમજ આસપાસ આવનારી બધી જગ્યાઓમાં રહેતા ગરીબ અને અસહાય લોકોને કોરોના કાળમાં થઈ રહેલી ભોજનની સમસ્યાને જોતા ભોજન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી સચિન સિંહે જણાવ્યું કે, નગરના જાણીતા વેપારી, જનપ્રતિનિધિઓ અને સામાન્ય લોકોના સહયોગથી આ કામની શરૂઆત થઈ શકી છે.

તેમણે કહ્યું કે, બધા લોકો દ્વારા આ સારા કામમાં સહયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અમે ગરીબ અને ભૂખ્યા લોકોને બપોરે અને રાતે ભોજન પહોંચાડી રહ્યા છીએ. પોલીસ સ્ટેશનના પ્રભારી સચિન સિંહે એમ પણ કહ્યું કે, પોલીસ પણ માનવતા સાથે કોરોના કાળમાં કામ કરી રહી છે. શહેરવાસીઓના સહયોગથી આ સારું કામ અમે કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp