કોંગ્રેસે લોકડાઉનને કહ્યુ-નોટબંધી પાર્ટ-2, પૂછ્યું-કોરોના રોકવા સરકારે શું કર્યુ

PC: zeenews.india.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાયરસની ગંભીરતાને સમજવા અને ઘરમાં રહેવાની અપીલ કરતા મંગળવારે 21 દિવસો સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં લઈને રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આજે રાતે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનની આ જાહેરાત પર કોંગ્રેસ તરફથી પાયાવિહોણું નિવેદન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સંજય ઝાએ આ જાહેરાતની સરખામણી નોટબંધી સાથે કરી છે. તેમણે કહ્યું કે, ‘આ નોટબંધી પાર્ટ-2 છે. વડાપ્રધાનને જોઈને લાગી રહ્યું હતું કે, તેઓ નિયંત્રણથી બહાર છે. તેમના શારીરિક ભાવ વિરામ દર્શાવી રહ્યા હતાં. આ આપત્તિનો સમય છે.

કોંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે, દેશમાં 21 દિવસોના લોકડાઉનના નિર્ણયને દેશ માનશે પરંતુ PM નરેન્દ્ર મોદીએ જણાવવું જોઈએ કે, તેમણે કોરોના વાયરસની મહામારીને રોકવા અને સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે શું કર્યું? કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આદરણીય મોદીજી, દેશ તો લોકડાઉનનો દરેક આગ્રહ માનશે, પરંતુ તમે કોરોનાની મહામારી રોકવા શું કર્યું?’ તેમણે એવો પણ સવાલ કર્યો કે, ‘સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા કઈ રીતે થશે? કોરોનાથી રોજી-રોટી માટે ઉદ્દભવેલા મહાસંકટનો શો હલ છે? ગરીબ, મજૂર, ખેડૂત, દુકાનદાર, મજૂરના 21 દિવસો કઈ રીતે જશે?’

કોંગ્રેસના આધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ‘કોરોના વાયરસ આવવાની સંભાવના હતી પરંતુ, વડાપ્રધાન મોદી પાસે ઘણી આશાઓ હતી. સરકારની તૈયારીઓનું સ્તર શું છે? આર્થિક પ્રોત્સાહનનું પેકેજ શું છે? ભીખારીઓ અને ગરીબોને જીવતા રાખવા માટે શું ઉપાય છે? આ સવાલોના જવાબ આપવાના રહેવા દઈને લોકોને ભયભીત અને અસહાય છોડી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp