કોંગ્રેસના MLAએ CMને લખ્યો પત્ર 3 મહિના સુધી લોનના હપ્તામાંથી રાહત આપવામાં આવે

PC: khabarchhe.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 43 પર પહોંચ્યો છે. આ 43 કેસમાં અમદાવાદના 15, બારડોલીના 8 સુરતના 7, ગાંધીનગરના 7, કચ્છના 1, ભાવનગરના 1 અને રાજકોટના 4, કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોના ના કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં સુરત અને અમદાવાદના એક-એક દર્દીનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસની સ્થિતિને લઈને દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, તમામ ધંધાર્થીઓને ધંધા-રોજગાર બંધ હોવાથી લોકોને બેંકના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે ત્રણ મહિના સુધી બિઝનેસ લોન અને હોમ લોનના હપ્તામાંથી રાહત આપવામાં આવે.

વડોદરામાં 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલના આઇસોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ UKથી આવ્યા હતા અને છેલ્લા બે દિવસથી ગોત્રીની જનરલ હોસ્પિટલમાં દાખલ હતા. બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 85 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. વૃદ્ધા 14 માર્ચના રોજ મક્કા-મદીનાથી પરત ફરી હતી અને આઠ દિવસ પોતાના ઘરે રહ્યા બાદ 22 માર્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે અમદાવાદમાં મૃત્યુ પામેલા વૃદ્ધાને કોરોના ની સાથે અન્ય શારીરિક તકલીફો પણ હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ વધવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા 15,668થી વધારે વિદેશી સહિત કુલ એક કરોડથી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને આ સર્વે દરમિયાન 50 લોકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેમના રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ 20688 નાગરિકોને 14 દિવસ માટે કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તમામ લોકોમાંથી 236 લોકો સામે ક્વોરેન્ટાઇન ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાતના પાટણ, અમદાવાદ, રાજકોટ, સુરત વડોદરા અને કચ્છ સહિતના શહેરોમાં કરિયાણાની દુકાન બહાર એક મીટરના અંતરે ગોળ અને ચોરસ ખાના કરવામાં આવ્યા છે. જે પણ લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા કરિયાણાની દુકાને જાય છે તે લોકોને આ ખાનામાં ઊભા રાખવામાં આવે છે.

આ ઉપરાંત કોરોના વાયરસ અને રાજ્યના તમામ મંદિરો અને બંધ કરવામાં આવ્યા છે. જેથી ચૈત્રી નવરાત્રીમાં પણ લોકો મંદિરે જઈને માતાજીની પૂજા-અર્ચના કરી શકતા નથી તેથી આ તમામ લોકોને ઘરે જ માતાજીની પૂજા-અર્ચના કરવી પડે છે. કોરોના વાયરસના કારણે ઘણા લોકોએ પોતાના ઘરે થનારા લગ્ન પ્રસંગો પણ મોકૂફ રાખ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp