ગુજરાતમાં આજે નવા 1101 કેસ, આજે 9 જિલ્લામાં નિધન થયા, જુઓ જિલ્લાવાઇઝ આંકડાઓ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 1101 નવા કેસો સામે આવ્યા છે અને ICMRની નવી ગાઇડલાઇન મુજબ 22 લોકોના મરણ થયા છે, જ્યારે 805 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 63675  કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 81 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 14520 સ્ટેબલ છે. 46587 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 2487 લોકોના મોત થયા છે.

આજે 24 લોકોના મોત થયા છે, જેમાંથી 12 લોકો સુરત જિલ્લાના છે, જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં 2-2 લોકોના નિધન થયા છે. દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પાટણ અને રાજકોટમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 814335 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 479916 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 478335 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 1581 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 237 કેસ

અમદાવાદ 155 કેસ

વડોદરા 96 કેસ

રાજકોટ 94 કેસ

જામનગર 52 કેસ

ભાવનગર 72 કેસ

ગાંધીનગર 29 કેસ

જૂનાગઢ 40 કેસ

મહેસાણા 43 કેસ

પંચમહાલ 27 કેસ

વલસાડ 20 કેસ

નવસારી 19 કેસ

અમરેલી 17 કેસ

દાહોદ 17 કેસ

ખેડા 17 કેસ

આણંદ 16 કેસ

ભરૂચ 16 કેસ

કચ્છ 16 કેસ

બોટાદ 15 કેસ

ગીર સોમનાથ 14 કેસ

છોટા ઉદેપુર 13 કેસ

દેવભૂમિ દ્વારકા 13 કેસ

નર્મદા 10 કેસ

સુરેન્દ્રનગર 10 કેસ

પાટણ 9 કેસ

મોરબી 8 કેસ

સાબરકાંઠા 8 કેસ

પોરબંદર 7 કેસ

તાપી 4 કેસ

બનાસકાંઠા 3 કેસ

અરવલ્લી 1 કેસ

મહીસાગર 1 કેસ

(ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા)

દેશની વાત કરીએ તો 2 ઓગસ્ટ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 54735 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1750723 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 37364 લોકોના મોત થયા છે. જ્યારે 567730 એક્ટિવ કેસ છે અને 1145629 સાજા થયા છે. આજે 51255 લોકો સાજા થયા છે. આજે 853 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 4,63,172 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ  1,98,21,831 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 431719 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 251738 કેસ છે. આંધ્ર પ્રદેશમાં પણ 150209 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 15316 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 4034 અને આંધ્ર પ્રદેશમાં 1407 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 9601 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 5879 અને આંધ્ર પ્રદેશમાં 9276 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 266883 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 190966 અને આંધ્ર પ્રદેશમાં 76614 લોકો રિકવર થઇ ગયા છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 5172 ઉત્તર પ્રદેશમાં 3587, પશ્ચિમ બંગાળમાં 2589, તેલગાંણામાં 2083, બિહારમાં 3007 અને આસામમાં 1457 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 17,396,943 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 675,060 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 289,321 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp