ચીનમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું, એક શહેરમાં લાગ્યું લોકડાઉન

PC: ્https://zeenews.india.com

આખી દુનિયા અને ખાસ કરીને ભારતમાં કોરોના હવે કાબૂમાં છે. પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટછાટો અપાઇ રહી છે. ત્યારે ચીનમાં આ મહામારીએ ફરી માથું ઉચક્યું છે. ચીનની સરકારે તાબડતોબ પગલા લેવાનું શરૂ કરી દીધું છે અને એક શહેરમાં લોકડાઉન અમલી બનાવ્યો હોવાની જાણકારી બહાર આવી રહી છે.

ચાઇનામાંથી આમ તો માહિતી ખૂબ જ મુશ્કેલીથી બહાર આવે છે પરંતુ કોરોનાના પહેલા વેવ પછી હવે મીડિયાનું ધ્યાન સતત રહે છે અને છુપાવવું મુશ્કેલ બને છે. હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે ચીનના ઝિંગઝિયાંગ પ્રાંતમાં આવેલા ગુલજા શહેરમાં કોરોનાના કેસોમાં અચાનક વધારે થવા લાગતા હડકંપ મચી ગયો છે. અચાનક થયેલા વધારાને કારણે સરકારે પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે.

ચાઇનાના છેક ઉત્તરી ભાગમાં આવેલા આ શહેરમાં લોકડાઉનને કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે. માંડ માંડ પહેલા બે વેવમાંથી બહાર આવ્યા નથી કે હવે ફરી લોકડાઉન લાગતા લોકો સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે. સરકારે લીધેલા પગલા અંગે રોષમાં છે. રેડિયો ફ્રી એશિયાના જણાવ્યા અનુસાર પહેલા પણ ઘણા પરિવારો તબાહ થઇ ચૂક્યા છે. હવે લોકડાઉનથી તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.

ગુલજાના લોકો કહી રહ્યા છે કે અગાઉની જેમ તેમના ઘરના બહારથી દરવાજાને સીલ મારી દેવામાં આવ્યું છે. તેઓ કોઇ પણ કામ માટે બહાર જઇ શકતા નથી. નોકરી માટે તો જવાનો સવાલ જ નથી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ઘરોમાં જેલ હોય તે રીતેં બંધ છે. તેઓએ ઘરવખરીનો સામાન લેવો હોય તો પણ બહાર જઇ શકતા નથી. ઉઇગર સમુદાયના લોકોમાંથી એક વ્યક્તિએ લખ્યુ છે કે ગુલજાના લોકો બહાદૂર બનો. 3 ઓક્ટોબરથી ઘરોમાં ફંસાયેલા છે.

ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ એક અઠવાડિયા પહેલા ચીનના ફુજિયાન પ્રાંતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. લગભગ 150થી વધુ લોકોને મહામારીએ પકડતા શાળાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, ચીનના અમુક જ વિસ્તારોમાં આવી સ્થિતિ આવી છે એટલે તંત્ર માટે નિયંત્રણ કરવું મુશ્કેલ નથી. તેમની પાસે અગાઉનો અનુભવ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp