સસ્તી લોન-EMI પર 3 મહિનાના છૂટની સલાહ, કોરોના સંકટમાં RBIએ આપી આ રાહત

PC: deccanherald.com

લોકડાઉનની વચ્ચે દેશની ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે સરકાર તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના હેઠળ RBIએ રાહત આપી છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.45 ટકા પર પહોંચી ગયો છે.

તો બેંકોને લોનના હપતા ભરી રહેલા લોકોને 3 મહિના સુધી રાહત આપવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આદેશ નહીં પણ માત્ર સલાહ આપી છે. હવે એ બેંકો પર રહેશે કે તેઓ EMIમાં રાહત આપે છે કે નહીં.

  • તેની સાથે જ બેંક એ પણ નક્કી કરશે કે કઈ લોન પર EMIની છૂટ આપી શકાશે. મતલબ કે રિટેલ, કમર્શ્યિલ કે અન્ય રીતની લોન લેનારા લોકો માટે હજુ પણ કન્ફ્યૂઝન બનેલું છે.
  • રિઝર્વ બેંકનો રેપો રેટમાં ઘટાડો ઐતિહાસિક છે. બેંકની હિસ્ટરીમાં સૌથી મોટી કાપ છે.
  • રેપો રેટમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો ફાયદો હોમ, કાર કે અન્ય રીતને લોન સહિત ઘણી રીતના હપતા ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે. તો નવી લોન લેનારા ગ્રાહકોને પણ ફાયદો મળશે. તો રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઈન્ટ કરતા તેને 4 ટકા કરી દીધા છે.
  • જોકે, રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથ રેટ અને મોંઘવારી રેટને લઈને કોઈ આંકડા બહાર પાડ્યા નથી. આ પહેલીવાર છે કે જ્યારે બેંકે આંકડા રજૂ કર્યા નથી.
  • RBI ગવર્નરે જણાવ્યું કે, કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા 3 ટકા કરી દેવામાં આવ્યો છે. જે 1 વર્ષ માટે રહેશે.
  • RBI ગવર્નર અનુસાર, દરેક કમર્શ્યિલ બેંકોને વ્યાજ અને દેવા માટે 3 મહિનાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી 3.74 લાખ કરોડ રૂપિયાની રોકડ સિસ્ટમમાં આવશે. સાથે જ તેમણે સલાહ પણ આપી છે કે લોકો ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરે, કારણ કે બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત અને મજબૂત છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp