લોકડાઉનની વચ્ચે નાણામંત્રીનું એલાન, ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે સરકાર

PC: indiatimes.com

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. જેને કારણે દેશની ઈકોનોમીને મોટું નુકસાન થવાની આશંકા છે. તેની વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમને મોટા રાહત પેકેજનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.

  • લગભગ 20 કરોડ મહિલાઓને આવનારા 3 મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે
  • વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગોને 1000 રૂપિયા વધારાના 3 મહિના સુધી આપવામાં આવશે. તેમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. જેને ફાયદો 3 કરોડ લોકોને મળશે
  • મનરેગા હેઠળ મજૂરોનું વળતર વધારી દેવામાં આવ્યું છે. પહેલા જ્યાં 182 રૂપિયા હતા, જે હવે 202 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જેનો ફાયદો 5 કરોડ પરિવારને થશે
  • 65 કરોડ ખેડૂતોને એપ્રિલના પહેલા અઠવાડિયામાં 2 હજાર રૂપિયા હપ્તો આપવામાં આવશે. જે કિસાન સમ્માન નિધી યોજના હેઠળ આપવામાં આવી રહી છે.
  • જે કોરોના કમાન્ડોઝ હાલમાં જંગ લડી રહ્યા છે તેમને 15 લાખનું લાઈફ ઈંશ્યોરન્સ આપવામાં આવશે
  • કોઈ ગરીબ ભૂખુ ન રહે તે માટે પણ સરકારે આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 5 કિલો ઘઉં કે ચોખા આવનારા 3 મહિના સુધી મળશે. તેનો ફાયદો 80 કરોડ લોકોને થશે. આ ઉપરાંત 1 કિલો દાળની પણ જોગવાઈ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp