કોરોનાની બીજી લહેર વધારે ખતરનાક, સામે આવ્યા આ નવા લક્ષણ

PC: indianexpress.com

આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. ભારતમાં પણ કોરોનાએ ફરીથી લોકોને ડરાવી દીધા છે. અહીં રોજ 24 કલાકની અંદર એક લાખથી પણ વધારે સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટેટ ફેલાવા પાછળ લોકોની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ કોરોનાની આ લહેરને લઈને ખૂબ ચિંતિત છે અને તેને પહેલાથી વધારે ખતરનાક અને સંક્રામક માનવામાં આવી રહ્યો છે. આવો તો જાણીએ કે કોરોનાની આ બીજી લહેરના લક્ષણ પહેલી લહેરથી કેટલી અલગ છે.

ભારતમાં ફેલાયેલા નવા કોરોનાના વાયરસના જાતજાતના લક્ષણ સામે આવી રહ્યા છે. આ લક્ષણ કોરોનાની પહેલી લહેરથી થોડા અલગ છે. ગુજરાતના ડૉક્ટરો મુજબ, કેટલાક દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે, જેમાં પેટનો દુઃખાવો, ઉલ્ટી ઠંડી લગાવી સામેલ છે. તમને જણાવી દઈએ કે પહેલી લહેરમાં કફ અને તાવને કોરોનાના લક્ષણ માનવામાં આવી રહ્યા હતા. આજ કારણ છે કે ડોક્ટર્સ હવે આ સમાન્ય લક્ષણો વિના પણ લોકો કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે.

એ સિવાય કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓમાં સાંધાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો, ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ બીમારી, નબળાઈ અને ભૂખનો અભાવ જેવા લક્ષણ નજરે પડે છે. રસપ્રદ વાત એ છે કે તાવ અને કફ જેવા કોરોનાના સામાન્ય લક્ષણો સિવાય અસામાન્ય લક્ષણ UK અને અન્ય યુરોપીય દેશોમાં સંક્રમણની બીજી, ત્રીજી લહેર દરમિયાન જાણવા મળ્યા છે. કોરોનાના મોટાભાગના કેસ સામાન્ય કે લક્ષણો વિના સામે આવી રહ્યા છે. જે રીતે કોરોના પોતાનો રૂપ બદલી રહ્યો છે તે દરેક લોકોને અલગ અલગ રીતે પ્રભાવિત કરી રહ્યો છે.

કોરોનાની પહેલી લહેરની જેમ નવા વેરીએન્ટથી પણ લોકોને વધારે જોખમ છે, જેમને પહેલાથી જ કોઈ બીમારી છે એવા લોકોને હૉસ્પિટલમાં એડમિટ થવાની જરૂરત પડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાનો નવો સ્ટ્રેન બોડી પર અલગ અલગ રીતે હુમલો કરી રહ્યો છે. નવો સ્ટ્રેન ખૂબ વધારે સંક્રામક છે અને ફેફસા અને શ્વસન તંત્રમાં સરળતાથી ફેલાઈ રહ્યો છે. તેના કારણે ન્યુમોનિયા થઈ રહ્યો છે જે કોરોનાને વધારે ઘાતક બનાવી રહ્યો છે.

નવા કોરોનામાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાથે જોડાયેલા લક્ષણ વધારે સામે આવી રહ્યા છે જે પહેલા સામાન્ય નહોતા. ડૉક્ટરોનું માનવું છે કે આ વાયરસ પાચન તંત્રીય ઉપસ્થિત ACE એન્ટ્રી રિસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે, જેના કારણે ડાયરિયા, પેટમાં ખેચાવ, ઉબકા, દુઃખાવો અને ઉલ્ટી અનુભવાય છે. તો આ વેરીએન્ટમાં વાયરલ લોડ પણ ખૂબ વધારે હોય છે. વાયરલ લોડ લોહીમાં ઉપસ્થિત વાયરસ બાબતે બતાવે છે, જેને ટેસ્ટ દ્વારા જાણકારી મેળવી શકાય છે. વાયરલ લોડ બતાવે છે કે શરીરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. COVID-19 કેસમાં વધારે વાયરલ લોડ અને વધારે સંક્રામક થઈ શકે છે.

કોરોનાના નવા કેસોમાં જે લોકો સંક્રમિત આવી રહ્યા છે તેમાં વાયરલ લોડ વધારે જોવા મળે છે. તેનો અર્થ છે ઇન્ફેકશન અને રિઇન્ફેક્શનનો દર પણ વધારે હોય શકે છે. કોરોનાનો નવો સ્ટ્રેન યુવાનો અને બાળકોને પણ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp