અમેરિકામાં ઓક્ટોબરમાં કોરોના વેક્સીન વિતરણની સંભાવનાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

PC: epapr.in

દુનિયાભરમાં કોરોના વાયરસ સામે વેક્સીનને સૌથી કારગર હથિયાર માનવામાં આવી રહ્યું છે. તેને લીધે દુનિયાના ઘણાં દેશોના વૈજ્ઞાનિકો હાલમાં કોરોના વેક્સીન વિકસિત કરવામાં લાગ્યા છે. કોરોનાની પહેલી વેક્સીન વિકસિત કરવાને લઇ સ્પર્ધા ચાલી રહી છે. તેની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં ઓક્ટોબરમાં કોરોના વેક્સીનનું વિતરણ શરૂ થઇ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં કોરોના વેક્સીન ઓક્ટોબરથી વિતરિત કરી શકાય છે અને 2020ના અંત સુધી વેક્સીનની લગભગ 100 કરોડ ડોઝને વિતરિત કરી શકાય છે. ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે ખૂબ જ સુરક્ષિત અને પ્રભાવી રીતે વેક્સીનનું વિતરણ કરવા માટે ટ્રેક પર છે. અમને લાગે છે કે અમે ઓક્ટોબરમાં ક્યારેય પણ તેના વિતરણનું કામ શરૂ કરી શકીએ છીએ. માટે જેવી આની જાહેરાત કરવામાં આવશે, અમે ઓક્ટોબરના મધ્યથી શરૂ કરી શકીશું. કદાચ જરા વાર પછી, આપણે બધા સેટ થઇ જઇશું.

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ ચૂંટણીમાં પોતાના ડેમોક્રેટિક સમકક્ષને બિડન પર નિશાનો સાધતા કહ્યું કે, તેમણે એન્ટી વેક્સીન સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઇએ, તેઓ કશું પણ કહી રહ્યા છે. અમે જે પણ કરી રહ્યા છે તેના મહત્વને નુકસાન પહોંચાડી રહ્યા છે અને મને ખબર છે કે જો તેઓ આ સ્થિતિમાં હોત તો તેઓ કહેતા ખુશ થતે કે કેટલું શાનદાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યું કે, ડેમોક્રેટ બેદરકાર જીવનને ખતરામાં નાખી રહ્યા છે અને નકારાત્મક રીતે વાત કરી રહ્યા છે. કારણ કે તેમની પાસે આ વેક્સીન છે. તેઓ બેદરકારી રીતે જીવનને ખતરામાં નાખી રહ્યા છે. તમે આવું કરી શકો નહીં. આ વાસ્તવમાં એવો મામલો છે કે તેઓ માત્ર નકારાત્મક વાતો કરી રહ્યા છે અને આવું એટલા માટે કારણ કે તેઓ જાણે છે કે અમારી પાસે વેક્સીન અને અમે જલદી આ કરીશું.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. ત્યાર પછી ભારતનો નંબર છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલો કોરોના વાયરસ અત્યાર સુધીમાં કરોડો લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. ભારતમાં કોરોના વાયરસના 50 લાખથી વધારે કેસો થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp