ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક છે છતા લોકોને દાખલ નથી કરવા પડતા, સામે આવ્યું કારણ

PC: webmd.com

દેશભરમાંથી ભેગા કરવામાં આવેલા જીનોમ સિકવેસિંગથી ખબર પડે છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ( B1617.2)  જ કોવિડ-19 મહામારીનું સૌથી મોટું કારણ બનેલો છે. સાર્સ-કોવ2-જીનોમિકસ કંસોર્શિયમ (INSACOG)એ કહ્યું કે જીનોમ સિકવેસિંગના પરિણામ એ બતાવે છે કે વેકસીન કોરાના વાયરસ સામે ઉચ્ચસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે.

જો કે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ડેલ્ટા વેરિઅંટ વાયરસના અન્ય વેરિઅંટ કરતા વધારે ચેપી અને ખતરનાક છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટે દેશ- દુનિયામાં સૌથી વધારે સંક્રમણ ફેલાવી રહ્યો છે. વેકસીન અને કોવિડ પ્રોટોકોલનું પાલન સંક્રમણથી બચાવી શકશે.

વેકસીનના સુરક્ષા કવચને કારણે ડેલ્ટી વેરિઅંટ નબળો પડયો છે. આમ તો વેકસીન લીધા પછી સંક્રમિત થનારા મોટાભાગના લોકોમાં ડેલ્ટા વેરિઅંટની અસર જોવા મળી છે, પરંતું વેકસીનને કારણે જૂજ લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. જો કે જાણકારોનું કહેવું છે કે આમ છતા હજુ સાવચેતી રાખવી જરૂરી છે.

દેશમાં મે-જૂન મહિનામાં કરવામાં આવેલા જીનોમ સિકવેસિંગના પરિણામ બતાવે છે કે 87 ટકા સંક્રમણ ડેલ્ટા વેરિઅંટને કારણે જ થઇ રહ્યું છે. જયારે અમેરિકામાં  83 ટકા સંક્રમણનું કારણ આ વેરિઅંટ છે. વેકસીન લીધા પછી કોરોના સંક્રમિત થયેલા મોટા ભાગના લોકોમાં ડેલ્ટા વેરિઅંટની અસર જ જોવા મળી છે.

જો કે વેકસીનની અસરને કારણે ડેલ્ટા વેરિઅંટનું જોખમ ઘટી જાય છે અને સંક્રમિત થનારા સાવ ઓછા લોકોને હોસ્પિટલ જવાની નોબત ઉભી થઇ છે. વેકસીન પછી સંક્રમણને કારણે મોતના આંકડા તો સાવ ઓછા છે.

અત્યાર સુધીમાં જે આંકડા મળ્યા છે તે દર્શાવે છે કે વેકસીન લીધા પછી સંક્રમિત થઇ રહેલા માત્ર 9.8 ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી.જયારે તેમની મોતનો આંકડો માત્ર જ.4 ટકા જ છે.  ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સીરો સર્વમાં જણાવવામાં આવ્યું છે કે હજુ દેશની 33 ટકા વસ્તી પર સંક્રમણનું જોખન મંડરાયેલું છે.

ઇન્સાકોગ એ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસીકરણ અને કોવિડ પ્રોટોકલના પાલન કરવા પર ભાર મૂકયો છે. ડેલ્ટાનો પ્રકોપ હજુ દેશભરમાં ચથાવત છે. સંક્રમણ પર અંકુશ મેળવવા માટે રસીકરણ અને લોકોનો યોગ્ય વહેવાર અતિ મહત્ત્વપૂર્ણ છે.




નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp