કોરોનાઃ ડૉક્ટરનો દાવો- ભારતમાં આ કારણે નહીં વધે ડેથ રેટ

PC: s.w-x.co

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો દેશમાં સતત વધતો જઈ રહ્યો છે. દરમિયાન ડૉક્ટર નરિંદર મેહરાનો દાવો છે કે, ભારતના લોકોની ઈમ્યુનિટી ખૂબ જ સારી છે. જેના કારણે ભારતમાં બીજા દેશોની જેમ ડેથ ટ્રોલ નહીં વધશે.

ICMRના પૂર્વ નેશનલ ચેરમેન અને AIIMS ઇમ્યૂનોલોજીના પૂર્વ ડીન ડૉક્ટર નરિંદર મેહરાએ જણાવ્યું કે, સામાન્યરીતે કોઈપણ વાયરલ ઇન્ફેક્શન બાદ લિંફોસાઈટ કાઉન્ટ વધી જાય છે, પરંતુ કોવિડ-19ના મામલામાં બોડીનો લિંફોસાઈટ કાઉન્ટ નીચે ચાલ્યો જાય છે અને બાદમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. લિંફોસાઈટ્સ સફેદ રક્ત કોશિકાઓ છે, જે શરીરની મુખ્ય પ્રકારની પ્રતિરક્ષા કોશિકાઓમાંથી એક છે.

નરિંદર મેહરાએ જણાવ્યું કે, ભારત ઇમ્યુનિટીમાં અવ્વલ છે. AIIMSમાં થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે, જે ઇમ્યુનિટીને ગાઈડ કરે છે, તેઓ યુરોપિયન દેશોની સરખામણીમાં મજબૂત છે. પ્રતિ વ્યક્તિથી પ્રતિ વ્યક્તિ અને જનસંખ્યાથી જનસંખ્યા ઇમ્યુનિટી ડાયવર્સિટી ખૂબ જ વધુ છે.

તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોનાના કારણે ઓછાં મોત થવાના ત્રણ કારણો છે. ફિઝિકલ ડિસ્ટેન્સિંગ, ઇમ્યૂન સિસ્ટમ અને વાતાવરણ. આપણે હળદર, આદુ અને મસાલા દરરોજ ખાઈએ છીએ તેને કારણે પણ આપણી ઇમ્યૂનિટી વધે છે. આ અંગે ડૉક્ટર નરિંદર મેહરાનું કહેવું છે કે, તે હવે ફ્રાન્સ, અમેરિકા, હંગેરિયન કન્ટ્રીથી કોરોના સેમ્પલ લઈને ઇન્ટરનેશનલ સ્ટડી કરવા અંગે વિચાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp