એક્સપર્ટ્સનો દાવો, ડરવાનું છોડો બાળકોને નથી ત્રીજી લહેર કે ચાઇલ્ડ વેવનું જોખમ

PC: news18.com

કોરોનાની ત્રીજી લહેરને લઈને 0-18 વર્ષની ઉંમરના બાળકોના માતા-પિતાને અલગથી ડર લાગે છે. તેમને લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ચાઇલ્ડ વેવ બનીને આવશે અને બાળકો સામે મોટી મુશ્કેલી ઊભી થશે પરંતુ હકીકતમાં તેનાથી ડરવાની જરૂરિયાત નથી. પબ્લિક પોલિસી, હેલ્થ એક્સપર્ટ્સ ડૉ. ચંદ્રકાંત લહારિયાએ એક વાતચીતમાં અલગથી કારણો જણાવ્યા જેથી સ્પષ્ટ છે કે કોરોનાની ત્રીજી લહેર કોઈ પણ રીતે ચાઇલ્ડ વેવ સાબિત નહીં થાય.

તેમણે કહ્યું કોરોના મહામારીથી અત્યાર સુધી જેટલા પણ ગ્લોબલ કે નેશનલ લેવલ પરથી આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી આવેલી લહેરમાં બાળકોમાં મોડરેટ કે ગંભીર બીમારી વિકસિત થવાનું અપેક્ષાકૃત ઓછું જોખમ રહ્યું છે છતા પણ બધા પુરાવા વિરુદ્ધ, સોશિયલ અને મેનસ્ટ્રીમ મીડિયા બંને આ વાતને લઈને ચર્ચા કરી રહ્યા છે કે બાળકો પહેલાથી જ ગંભીર રૂપે પ્રભાવિત થઈ રહ્યા છે અને ત્રીજી લહેરમાં ગંભીર બીમારી થવાની સંભાવના છે, પરંતુ હકીકત તેનાથી વિરુદ્ધ છે.

હવે સિંગાપુરનું જ ઉદાહરણ લઈ લો, અહીં શાળા બંધ કરવામાં આવી અને ભારતમાં તેને એ વાતના પુરાવા રૂપે જોવામાં આવ્યા કે બાળકો નવા સ્ટ્રેનથી પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ એવા માહોલમાં હવે તેનાથી આગળના આંકડા પર ચર્ચા કરવાની ખૂબ જરૂરિયાત છે. વિશેષજ્ઞ મુજબ, ઉપલબ્ધ આંકડા સ્પષ્ટ રૂપે જણાવે છે કે ભારતમાં હૉસ્પિટલમાં એડમિટ થનારા કોરોનાના કેસોમાં બંને વેવ દરમિયાન એ જોવામાં આવ્યું કે તેમાં માત્ર 2-5 ટકા જ 0-18ની વર્ષના વર્ગની ઉંમરના બાળકો હતા.

તો વસ્તીમાં તેની સંખ્યા લગભગ 40ની ટકા બરાબર છે. તેનું કહેવું છે કે વૃદ્ધો અને વયસ્કોમાં બાળકોની તુલનામાં મૉડરેટથી ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ 10-20 ગણું વધારે હોય છે. તો દુનિયાના કોઈ પણ ભાગમાંથી આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે ત્રીજી કે ત્યારબાદની લહેર બાળકોને અસમાન રૂપે પ્રભાવિત કરશે. ડૉ. લહારિયાનું કહેવું છે કે Sars-CoV-2ના ઉત્પરિવર્તન અને તેના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થયેલા નવા મ્યુટેન્ટની ઉચ્ચ સંચરણ ક્ષમતા દેખાઈ છે પરંતુ બીજી તરફ તેણે કોઈ પણ ઉંમરના વર્ગમાં ગંભીર બીમારી ઉત્પન્ન કરવાની ક્ષમતાને બદલી નથી.

આ તથ્યોને લગભગ દરેક એ વિશેષજ્ઞ દ્વારા કહેવામાં આવ્યું છે જે કોરોના મહામારી વિજ્ઞાનને સમજે છે. સાથે જ ભારતમાં બાળ રોગ નિષ્ણાંતના પ્રોફેશનલ એસોસિએશને પણ તેના પર હામી ભરી છે. છતા પણ કેટલાક લોકો ઓવરસિમ્પ્લિફિકેશન વડે ડેટાને મહત્ત્વહીન બનાવવાનું કામ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે આવો એક એવા સમાચાર તરફ લઈ જઈએ જેને ટી.વી. પર લૂપમાં ચલાવવમાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ અને મે 2021મા મહારાષ્ટ્રમાં 10 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના 99 હજાર બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું.

તેના વડે એવો દાવો કરવામાં આવ્યો કે તેનો અર્થ કે 3.3 ગણી વૃદ્ધિ છે. તો અન્ય એક સમાચાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અહમદનગર જિલ્લામાં, મે 2021મા 0-18 વર્ષમાં કુલ 8000 નવા કોરોનાના કેસ નોંધાયા, પરંતુ આ બધાનો ઉપયોગ એ નિષ્કર્ષ કાઢવા માટે કરવામાં આવ્યો છે કે બાળકો પહેલાથી ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેનાથી માતા-પિતામાં ડર ઉત્પન્ન થઈ રહ્યો છે કેમ કે બાળકોનું વેક્સીનેશન થયું નથી.

એપ્રિમ-મે 2021મા મહરાષ્ટ્રમાં લગભગ 29 લાખ નવા કેસ આવ્યા. એટલે 0-10 ઉંમરના વર્ગમાં 99000 નવા કેસો, કુલ કેસોનો 3.5 ટકા છે, જ્યારે આ ઉંમર વર્ગ કુલ જનસંખ્યાનો લગભગ 24 ટકા છે તો બીજી લહેરમાં ભારતમાં કુલ મળીને દૈનિક કોરોનાના કેસ પહેલી લહેરના ચરમની તુલનામાં લગભગ 4 ગણા વધારે હતા. એટલે 0-10  વર્ષની ઉંમરના વર્ગમાં 3.3 ગણી વૃદ્ધિ અત્યારે પણ વૃદ્ધોની તુલનામાં ઓછા છે. અહમદ નગરમાં 0-18 વર્ષના કોવિડ કેસોમાં એ મહિનામાં નોંધાયેલા કુલ 90 હજાર કેસોના 10 ટકા હતા.

જ્યારે આ ઉંમરના ગ્રૂપની કુલ સંખ્યા 40 ટકા હતી. અલગ અલગ સીરો સર્વેક્ષણોએ વયસ્કો સાથે જ સંક્રમિત થનારા બાળકોનું સમાન અનુપાત છે. ડૉ. લહારિયા કહે છે કે એવું પણ જોવા મળ્યું છે કે બાળકોમાં વયસ્કોની તુલનામાં અપેક્ષાકૃત ઓછા વિકસિત રિસેપ્ટર્સ છે જેટલા કે SARS-CoV-2ના ફેફસાને પ્રભાવિત કરવા અને વ્યક્તિને બીમાર કરવા માટે જરૂરી હોય છે. તેનાથી સ્પષ્ટ છે કે સંક્રમણ બાદ પણ બાળકોમાં ગંભીર બીમારી વિકસિત થતી નથી એટલે માતા-પિતાએ એ સમજવું પડશે કે કોરોનાની કોઈ પણ લહેર ચાઇલ્ડ વેવ નહીં હોય. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થવાની જરૂરિયાત નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp