ફેસ માસ્કથી 45% ઘટી જાય છે કોરોનાનું જોખમ, રિસર્ચમાં થયો ખુલાસો

PC: hackensackmeridianhealth.org

કાળમુખા કોરોનાએ આખા વિશ્વમાં અફરાતફરી મચાવી રાખી છે. એ દરમિયાન હવે એવી ખબરો પણ સામે આવી રહી છે કે કોરોના વાયરસની વેક્સીન જલ્દી જ લોકો સુધી પહોંચી જશે અને તે માટે હવે સરકારોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોરોનાના આ સમયગાળામાં સંશોધનો, રિસર્ચમાં અવનવા ખુલાસા થતાં રહ્યા છે. હાલમાં જ જર્મનીમાં પણ એક એવી સ્ટડી કરવામાં આવી હતી, આ સ્ટડીમાં કોરોના વાયરસના સંક્રમણને લઈને એક ખુલાસો થયો છે. તો આવો જાણીએ કે આ નવી સ્ટડીમાં કોરોના વાયરસ પર થયેલા સંશોધનમાં શું ખુલાસો થયો છે.

આખી દુનિયા આજે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે અને અત્યાર સુધી લાખો લોકોના જીવ જઈ ચૂક્યા છે. સંક્રમણને ઓછું કરવા માટે દુનિયાભરની સરકારોએ કેટલાક સાર્વજનિક ઉપાય લાગુ કર્યા છે. ભારત પણ તેમાં અળગું નથી અને એકવાર ફરી કોરોના વાયરસે પોતાનો પ્રસાર વધારી દીધો છે. આજ કારણ છે કે સરકાર લોકોને સાર્વજનિક જગ્યાઓ અને ગાડીઓમાં માસ્ક પહેરવાની સતત અપીલ કરી રહી છે. જેથી સંક્રમણને રોકી શકાય. હવે એક રિસર્ચમાં એ સાબિત થઈ ગયું કે માસ્કના ઉપયોગથી કોરોના સંક્રમણનો દર 45 ટકા સુધી ઘટાડી શકાય છે.

જર્મનીમાં થયેલી એક સ્ટડી અનુસાર, ફેસ માસ્કના અનિવાર્ય ઉપયોગથી કોરોના સંક્રમણને ઝડપથી ફેલાતું રોકી શકાય છે. કોરોના વાયરસને રોકવામાં ફેસ માસ્ક પ્રભાવી સાબિત થયું છે. આજ કારણ છે કે જર્મનીએ પોતાના દેશમાં ફેસ માસ્કના ઉપયોગને અનિવાર્ય કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના નેશનલ અકાદમી ઓફ સાયન્સીસના સંશોધન પત્રમાં પ્રકાશિત થયેલા નવા સંશોધન પત્ર પરથી ખબર પડી છે કે કોઈ પણ જર્મન ક્ષેત્રમાં ફેસ મસ્કાના ઉપયોગના 20 દિવસ બાદ એ વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં 45 ટકાનો ઘટાડો આવ્યો છે.

તેનાથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે કોરોના વાયરસનો સામનો કરવા માટે ફેસ માસ્ક એક સસ્તું અને પ્રભાવી સાધન છે. એ વિશેષ રૂપે ત્યારે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે, જ્યારે તેની કિંમત કોઈ પણ અન્ય સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયની તુલનામાં ઘણી ઓછી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ‘આપણે જે ક્ષેત્ર પર વિચાર કરીએ છીએ, તેના આધાર પર આપણે જણીએ છીએ કે અનિવાર્ય રૂપે ફેસ માસ્કના ઉપયોગે એ વિસ્તારમાં 20 દિવસની અવધિમાં 15 ટકા-75 ટકા વચ્ચે સંક્રમિત દર્દીઓની સંખ્યાને ઓછી કરી દીધી છે. સંશોધનકર્તાઓએ તારણ કાઢ્યું છે કે ફેસ માસ્ક ‘રિપોર્ટ કરવામાં આવેલા સંક્રમણના દૈનિક વૃદ્ધિ દરને લગભગ 47 ટકા સુધી ઓછો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp