પોઝિટિવને નેગેટિવ દેખાડવાનો ખેલઃ આ રાજ્યમાં માત્ર રૂ.3000માં મળે છે ફેક રિપોર્ટ

PC: ANI

દેશમાં કોરોના વાયરસમાં પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ પગલાં ભરી રહી છે. ત્યારે કેટલાક લોકો આ મહામારીના અવસરમાં લોકોના જીવને જોખમમાં મૂકીને પૈસાની કમાણી કરી રહ્યા છે. અવાર નવાર ફેક સેનિટાઈઝર અને દવા પકડાઈ હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હવે દિલ્હીમાં કોરોનાનો ફેક રિપોર્ટ બનાવવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  

રિપોર્ટ અનુસાર કોરોના વાયરસમાં વધતા કેસ વચ્ચે દિલ્હીના NCRમાં કોરોનાના ફેક રિપોર્ટ બનાવવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગુરુગ્રામમાં કોરોનાના ફેક રિપોર્ટ બનાવતી એક લેબનો પર્દાફાશ થયો છે. ફેક રિપોર્ટ બનાવનારી લેબનું નામ મેડીકાર્ડસ છે. ફેક રિપોર્ટ બનાવતી આ લેબોરેટરી પર મુખ્યમંત્રીની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો અને બે લોકોની ધરપકડ કારવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે, આ લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ફેક રિપોર્ટના આધારે એક દંપતી અમેરિકા પણ ગયું હતું.

 ગુરુગ્રામમાં ડ્રગ કંટ્રોલ ઓફિસર અમનદીપ ચૌહાણે જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ લોકોના બ્લડ લઇને કરવામાં આવતો હતો. આ રિપોર્ટમાં જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હોય તે દર્દીને નેગેટિવ દર્શાવવામાં આવતો હતો અને જે દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોય તેનો રિપોર્ટ પોઝિટિવ આપવામાં આવતો હતો. લોકોના રિપોર્ટ બદલવા માટે આ લેબમાં વધારે પૈસાની માંગણી કરવામાં આવતી હતી. એક દંપતીને અમેરિકા જવાનું હોવાના કારણે 16 નવેમ્બર રોજ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો પરંતુ આ દંપતીએ આ લેબોરેટરીના માધ્યમથી પોતાનો રિપોર્ટ નેગેટિવ કરી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ કરવા માટે દંપતીની પાસેથી 3,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને 18 તારીખે આ દંપતી અમેરિકામાં ચાલ્યું ગયું હતું.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લેબમાં અત્યારે 8થી 10 લોકોના ટેસ્ટ કરી ચૂક્યા છે અને અન્ય લોકોના સેમ્પલની તપાસ ચાલી રહી છે. જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને તેમના નામ પરિમલ રોય અને અભીરંજય રોય છે. અમનદીપ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓને કોરોનાનો ફેક રિપોર્ટ બનાવવાનો આઈડીયા આવ્યો હતો અને ત્યાર્રબાદ આ લોકોની પાસેથી લોકો ફેક રિપોર્ટ બનાવીને ઓફીસમાંથી રજા લઇ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp