તમારા RT-PCR ટેસ્ટને જાતે કઈ રીતે સમજી શકાય, જાણો

PC: youtube.com

દેશ અને ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ RT-PCR ટેસ્ટ માટે લોકોએ બેથી ત્રણ દિવસનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે, RT-PCR ટેસ્ટમાં CT વેલ્યૂનો આંકડો દર્શાવવામાં આવે છે. તે આંકડાનો અર્થ શું થાય છે.

CT વેલ્યૂ એટલે સાયકલ થ્રેસહોલ્ડ. આનો મતલબ એવો થાય છે કે, કેટલી સાઇકલ ફર્યા પછી કોરોના વાયરસ તમારામાં આવ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જેટલો વાયરસનો લોડ શરીરમાં વધારે હોય તેટલી CT વેલ્યૂ ઓછી આવે છે અને જેટલો વાયરસનો લોડ ઓછો હોય તેટલી CT વેલ્યૂ વધારે આવે છે. આ ઉપરાંત RT-PCR ટેસ્ટમાં CT વેલ્યૂને ચાર પ્રકારે દર્શાવવામાં આવે છે. આ ચાર પ્રકારમાં CT વેલ્યૂ 17થી 24, CT વેલ્યૂ 24થી 30, CT વેલ્યૂ 30થી 35 અને CT વેલ્યૂ 35 કરતા વધારે. જો CT વેલ્યૂ 35 કરતા વધારે આવે તો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે છે.

બીજી મહત્ત્વની વાત છે કે, CT વેલ્યૂથી વ્યક્તિની સારવારમાં કોઈ પણ પ્રકારના ખર્ચનો ફરક પડતો નથી. CT વેલ્યૂ વ્યક્તિના શરીરની અંદર વાયરસનો લોડ દર્શાવે છે. કોરોનાના RT-PCR ટેસ્ટમાં જેટલી CT વેલ્યૂ ઓછી આવે તેટલો દર્દી વધારે લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. વ્યક્તિના કોરોનાના રિપોર્ટની અંદર CT વેલ્યૂ 17થી 24ની આવે તો વ્યક્તિના શરીરની અંદર વાયરસનો લોડ વધારે હોય છે. ઓછી CT વેલ્યૂવાળો વ્યક્તિ એક કરતા વધારે લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 3 મેના રોજ 12,820 કેસ નોંધાયા છે અને 11,999 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે. આ ઉપરાંત 1,41,843 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. તો 24 કલાકની અંદર 140 લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં ગુજરાતમાં કોરોનાથી કુલ 7648 લોકોના મોત થયા છે અને હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,47,499 છે અને 747 લોકો વેન્ટિલેટર પર છે. સૌથી વધારે કેસ અમદાવાદ અને સુરતમાંથી સામે આવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp