કોરોના વેક્સીનેશનને લઈને જાણો કિર્તિદાન ગઢવીએ શું કહ્યું

PC: youtube.com

રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 3 મેના રોજ 12,820 કેસ નોંધાયા છે અને 11,999 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે. આ ઉપરાંત 1,41,843 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. તો 24 કલાકની અંદર 140 લોકોના મોત થયા છે.

અત્યારસુધીમાં, ગુજરાતમાં કોરોનાથી કુલ 7648 લોકોના મોત થયા છે અને હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,47,499 છે અને 747 લોકો વેન્ટિલેટર પર છે. આજે પણ ઘણા લોકોના મનમાં કોરોના નિવેદનને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે અને કોરોના વ્યસનથી શરીરને નુકસાન થશે તેવું સમજીને ઘણા લોકો વેક્સીન લઈ રહ્યા નથી. સરકાર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, કોરોના વેક્સીન લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે અને હાલ કોરોનાથી બચવાનો ઉપાય માસ્ક અને વેક્સીન છે. ત્યારે હવે લોક ગાયક કિર્તીદાન ગઢવી પણ લોકોને કોરોના વેક્સીન લેવા માટે અપીલ કરી છે.

કિર્તીદાન ગઢવી લોકોને જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે કે, વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગુજરાતમાં અને દેશમાં શરૂ થઈ ગયું છે. એટલે હું અમરેલી જિલ્લાની જનતાને કહેવા માગું છું કે, મેં પણ કોરોનાની રસી લીધી છે અને તમે પણ રસી લો. સાથે જ ખોટી અફવાઓથી દૂર રહો અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એટલે જરૂરથી તમે રજીસ્ટ્રેશન કરાવો અને તમારો નંબર આવે એટલે તમે નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈને કોરોનાની રસી લઇ લો. કારણ કે, કોરોનાથી બચવા માટે રસી એક જ અમોગ શસ્ત્ર છે. સાથે જ સરકારની ગાઇડલાઇનનું પાલન કરીએ, મોઢા પર માસ્ક પહેરીએ, હાથ અને મોઢું બરાબર સાફ કરીએ. આવો સાથે મળીને કોરોનાને ભગાડીએ અને ગુજરાતને જીતાડીયે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં બેડ મેળવવા માટે પણ લોકોએ લાઈનમાં વેઇટિંગ કરવું પડી રહ્યું છે. તો બીજી તરફ સ્મશાનની બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોને વેઇટિંગ કરવું પડી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp