દુનિયાની 5 ટોપ ગુપ્તચર સંસ્થાઓનો 15 પાનાનો ધડાકો, ચીને જ ફેલાવ્યો કોરોનો વાયરસ

PC: spacecoastdaily.com

હાલ સુધીમાં કોરોના વાયરસના ફેલાવા અંગે જુદા જુદા અંદાજો લગાવાઇ રહ્યા હતા. પરંતુ તાજેતરમાં જ દુનિયાના પાંચ વિકસિત દેશોની ગુપ્તચર સંસ્થાઓએ મળીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તે રિપોર્ટ કહે છે કે ચાઇનાને ખબર હતી છતાં તેણે કોરોના વાયરસ ફેલાવા દીધો છે. જોકે, આ રિપોર્ટ અંગે જુદા જુદા દેશો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો પહેલેથી જ કોરોના વાયરસને જ ચાઇનીઝ વાયરસ કહી રહ્યા છે.

કોણ છે આ ગુપ્તચર સંસ્થાઓ

આ ગુપ્તચર સંસ્થાઓ યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની છે જેમણે તમામે ભેગા મળીને એક બીજી સંસ્થા બનાવી છે જેનું નામ છે ફાઇવ આઇ એટલે કે પાંચ આંખો. આ પાંચ દેશોની સંસ્થાઓ દુનિયાભરમાંથી ગુપ્ત માહિતીઓ ભેગી કરે છે. આ પાંચ સંસ્થાઓએ ભેગી કરેલી માહિતી એકબીજા સાથે શેર પણ કરે છે. ફાઇવ આઇ દ્વારા હાલમાં જ એક 15 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનની લેબમાંથી જ કોરોના વાયરસ આખી દુનિયામાં પ્રસર્યો છે. આ રિપોર્ટ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના એક મોટા અખબાર ડેઇલી ટેલિગ્રાફે પ્રકાશિત કર્યો હતો. જેને લઇને આખી દુનિયામાં ખળભડાટ મચી ગયો હતો. ચીન પણ બચાવની મુદ્દામાં છે. જ્યારે જે દેશોની આ ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તે દેશોની સરકારો અધિકારીક રીતે કંઇ બોલવા તૈયાર નથી. કેટલાકે તો રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો છે. જોકે, ડેઇલી ટેલિગ્રાફ પોતાના રિપોર્ટ પર અડગ છે.

શું છે આ રિપોર્ટમાં

  1. ચીનની લેબોરેટરીમાં ચામાચિડિયા પર ખતરનાક રિસર્ચ કરાતું હતું

રિપોર્ટ જણાવે છે કે ચીનના વુહાન કે જ્યાંથી વાયરસનો ફેલાવો થયો ત્યાંની લેબોરેટરીમાં ચામાચિડિયા પર રિસર્ચ કરાતું હતું. તે લેબમાંથી 50 એવા વાયરસ સેમ્પલ મળી આવ્યા છે જે કોરોના સાથે 96 ટકા જેટલી સમાનતા ધરાવે છે.

  1. તેઓ કોરોના જેવા વાયરસ અંગે જાણતા હતા

રિપોર્ટમાં જણાવાયું છે કે વુહાનની લેબમાં કોરોના જેવા વાયરસ પર સંશોધન કરાતું હતું અને તેને બનાવવાન પ્રયાસો કરાઇ રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2019માં લેબના સંશોધકોએ એક રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું જેમાં એવું કહેવાયું હતું કે આ કોરોના વાયરસ ફેલાઇ શકે છે અને તેને રોકવાના ઉપાયો કરવા જરૂરી છે.

  1. ઓસ્ટ્રેલિયા સાથે પણ રિસર્ચ કરાતું હતું

ઓસ્ટ્રેલિયા સાથે પણ ચામાચિડિયા અંગે સંશોધન ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકો જ કરતા હતા એટલે ઓસ્ટ્રેલિયામાંથી આ માહિતી બહાર આવી છે. અમેરિકાએ વુહાનની લેબને જે ફન્ડિંગ અપાતું હતું તે પણ અટકાવી દીધું છે.

  1. ચીને બધા પુરાવાનો નાશ કર્યો

વુહાન લેબની વાત બહાર આવતાની સાથે જ ચીને તમામ પ્રકારના પુરાવાનો નાશ કરી દીધો હતો. લેબમાં જે સેમ્પલ હતા તેના નાશ ઉપરાંત ડોક્ટરોને પણ કોઇપણ વાત કરવાની ના પાડી દેવામાં આવી હતી. દુનિયાની બીજી લેબો દ્વારા ચીન પાસે વાયરસ અંગેની જે પણ માગણીઓ કરાઇ તે પણ અપાઇ ન હતી. આ ઉપરાંત ચીનને ડિસેમ્બર 2019થી ખબર હતી કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાઇ શકે છે પરંતુ જાન્યુઆરી 20 સુધી તેણે આ વાતનો સતત ઇન્કાર કર્યો અને ડબ્લ્યુ એચઓએ પણ તેવી જ રેકર્ડ વગાડે રાખી. ચીને કોરોના અંગેની તમામ માહિતીઓને ઇન્ટરનેટ પરથી પણ દૂર કરી દીધી. જે લોકો બોલતા હતા તેમની ધરપકડ કરવામાં આવી.

  1. વાયરસ અંગે બોલવા વાળા ગાયબ થઇ ગયા

વુહાનની લેબમાં કામ કરતા લોકો, પત્રકારો અને બીજા લોકો કે જેમની પાસે આ અંગેની જરા પણ જાણકારી હતી તે હવે ગાયબ થઇ ગયા છે. એક પેશેન્ટ કે જેને પેશન્ટ ઝીરો એટલે કે કોરોનાનો પહેલા પેશેન્ટ ગણાતો હતો તેને પણ ગાયબ કરી દેવાયો છે. તે પેશેન્ટ લેબમાં કામ કરતી એક મહિલા હતી જે અંગેની માહિતી પણ લેબની વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે હાલમાં જ દુનિયાભરના દેશોની હેલ્થ અંગે મળેલી બેઠકમાં ચીન સામે તપાસ કરવાનું સમર્થન 100થી વધુ દેશોએ કર્યું હતું. એટલે એક રીતે હવે ચીન ઘેરાઇ રહ્યું છે. પરંતુ તે માનવા તૈયાર નથી. હવે આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં શું વળાંક આવે તે જોવાનું રહ્યું. પરંતુ એક વાત ધ્યાન ખેંચે તેવી છે કે યૂરોપમાં યુ.કે. સિવાય કોઇપણ દેશ હાલ ચીનની વિરુદ્ધમાં જવા તૈયાર નથી કારણ કે તેમની ઘણીબધી કંપનીઓ ચીન સાથે વેપાર કરે છે. એટલે હાલ તો વેપારને કારણે ચીનને ઘેરવું થોડું અઘરૂ દેખાઇ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp