જૂનાગઢના પૂર્વ ધારાસભ્યના દીકરાનું અમેરિકામાં કોરોના વાયરસથી નિધન

PC: dainikbhasker.com

જૂનાગઢ જિલ્લાના માણિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયા અને જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર નીરુબેન કાંબલિયાના પુત્ર આનંદ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના લોન્સ એન્જેલસમાં શુક્રવારના રોજ કોરોના વાયરસથી નિધન થયું હતું.

સ્વ.આનંદ કાંબલિયા લોસ એન્જેલસમાં પત્ની દક્ષા કાંબલિયા અને બાળકો સાથે રહેતા હતા. તેઓ ઓસ્ટ્રેલિયાન કાર કંપનીમાં કામ કરતા હતા. એક અઠવાડિયા પહેલા જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ દરમિયાન લોન એન્જેલસ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. શુક્રવારના રોજ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

मृतक आनंद भाई कांबलिया ऑस्ट्रेलियन कार कंपनी में नौकरी करते थे

ગુજરાતમાં 22 મે સુધીના રિપોર્ટ મુજબ કોવિડના નવા 371 કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 12,910 ઉપર પહોંચી ગઇ હતી. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 773 ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઝડપી વધારો ચાલુ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કોરોના વાયરસના 9,449 કેસો નોંધાઇ ચૂક્યાં છે, જે સમગ્ર દેશમાં મુંબઇ બાદ સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતું શહેર છે.

મહારાષ્ટ્રમાં 22 મેના રોજ 2,345 નવા કેસો નોંધાતા રાજ્યમાં કોવિડ-19 પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 41,642 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં એક તરફ જ્યારે 28,454 સક્રિય કેસો અસ્તિત્વ ધરાવે છે ત્યારે 11,726 લોકો સાજા થયા છે. 1,382 કેસો હોટસ્પોટ મુંબઇમાંથી નોંધાતાં શહેરમાં કુલ કેસોની સંખ્યા 25,500 ઉપર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર સરકારે ખાનગી અને સખાવતી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે પ્રતિ દિન ચાર્જ નિર્ધારિત કર્યો છે અને સાથે સાથે તબીબી સુવિધાઓમાં કાર્યન્વિત પથારીઓની ક્ષમતાના 80 ટકા સુધી દરો નિયંત્રિત કરવાનો પણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ફી નિયંત્રણનો નિર્ણય ખાનગી અને સખાવતી હોસ્પિટલોમાં આઇસોલેશન અને નોન-આઇસોલેશન બેડ એમ બંનેને લાગુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp